________________
સંત મધુસૂદન ઢાંકી
Nirgrantha
સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યાર બાદ અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવં લેપમયી પ્રતિમાઓના (સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯). આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા (મંત્રી વસ્તુપાલ કારિત) સત્યપુરાવતાર વીર અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને (વસ્તુપાલ કારિત) ગિરનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થાંવતાર મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨૧).
૩
આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ શ્રૃંગનાં સૌ ચૈત્યસ્થાનો વિષે આટલી વાત થઇ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર શૃંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મન્ત્રીના) સ્વર્ગારોહણપ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમનાં (ચકચકિત) ખડ્ગમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણમી (૨૨), ત્યાંથી આગળ વધતાં દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત મોડમા જિન (શાંતિનાથ), પ્રથમાર્હત્ (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્ર(નાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩). છેલ્લે જિનમાતા મરુદેવી અને સંઘરક્ષક કપર્દિયક્ષ (નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪), યાત્રાળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વકતવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થંવર્ણનમાં દક્ષિણ શ્રૃંગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળ વિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઇદ્રમંડપ, તેમ જ બંધુદ્ધયે બંધાયેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રાકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિન પ્રતિમાઓ અને પ્રતિમા–ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દૃષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોયŕ.
હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિષે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઇ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે કેટલાંક ચોકકસ પ્રમાણો તો તેના અંતરંગની વસ્તુમાંથી મળી રહે છે, જે વિષે હવે ક્રમબદ્ધ જોઇએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાગ્ભટ્ટે ઈ સ ૧૧૫૭માં કરાવેલ તીર્થોદ્વારનો ઉલ્લેખ છે, અને જોકે સમરાસાહે ઈ સ ૧૩૧૫માં કરાયેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ સમરામરના પાર્શ્વનાથ-ભવન(દેસલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ સ ૧૩૧૫ બાદની કરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જાવડિસાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દૃષ્ટિએ સ્તવ-રચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧થી લઈ ૧૨૩૨ સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નૈમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવં નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં (લલિતાસરની પાળે વસ્તુપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બંધુ તેજપાળે (શત્રુંજય પર અનુપમાસરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ શ્રૃંગ પરના ‘પ્રથમાહત’ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઇ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસનના તેરમા શતકના અન્તે કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના તેરમા શતકના અન્ત બાદ થઇ હોવી ઘટે: અને સ્તોત્રકારે વર્ણવેલ પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
**
www.jainelibrary.org