Book Title: Pundarik Shikhari Stotra
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પનાં (સ્વ૰) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધૃત પદ્યો જોતાં પુંડરીક શિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જેવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતાં પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ : Vol. 1-1995 નામેન્દ્ર-ચન્દ્ર-પ્રમુÎ: પ્રથિતપ્રતિષ્ઠ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिरिव मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ||१०|| श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुते स्म यत्र श्रीमानसी विजयतेऽर्बुदशैलराजः ||१५|| चैत्येऽत्र लुणिगवसत्यभिधानके त्रि पंचाशता समधिका द्रविणस्य लक्षैः । कोटीर्विवेच सचिवस्त्रिगुणश्चतस्रः । Jain Education International ૩૯ श्रीमानसी विजयतेऽर्बुदशैलराजः ॥ १६ ॥ કલ્પમાં પદ્માન્તે આવતું છેલ્લું પદ શ્રીમાનતૌ વિનયતેવુંવરીનાખઃ શિખરીસ્તોત્રના અંતિમ ચરણ શ્રીમાનસૌ વિષયમાં શિરિપુઙી: ના પ્રતિઘોષ શું ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીકશિખરીસ્તોત્ર પણ ‘સોમસુંદરસૂરિ-કર્તૃક હશે: અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિ સં૰ ૧૪૫૨-૧૪૯૯ / ઈ સ ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટિકાસ્તોત્ર પંદરમા શતકના પૂર્વાર્ધમાં અને ઇ. સ. ૧૪૪૩ પૂર્વે કયારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ચૌદમા શતકની ખાસ રચનાઓ — ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઇત્યાદિ નો, તેમજ ચૌદમા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અર્બુદગિરિકલ્પ માટે આદર્શ રૂપ રાખી રચના કરી છે. આથી પુંડરીકશિખરીસ્તોત્ર પંદરમા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને પંદરમા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે. તેમાં એક તો છે સં ૧૫૦૩ / ઇ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસપ્તતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને ‘‘યતઃ’” કહી ઉષ્કૃત કરેલું જોવા મળે છે. બીજો સન્દર્ભ છે રત્નમંદિરગણિના સં ૧૫૧૭ / ઈ સ ૧૪૬૧ આસપાસ રચાયેલાં ઉપદેશતરંગિણી ગ્રંથમાં": તેમાં અહીંના પદ્ય ‘૮' નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય ‘૧૧’નું ત્રીજું પદ (ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર પંદરમા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્વદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુકત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિષે ભાળ મળતી નથી. કિન્તુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચન્દ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે``. તેની શૈલી બિલકુલ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13