________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
ન રત્નાકર ભાગ-૯
ભાઈ ! એ તો વાસ્તવિક કારણ જે નિશ્ચય ઉપાદાન તેના સહચરપણે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું જ્ઞાન કરાવવાની ત્યાં વાત છે. બાકી નિમિત્ત કાંઈ વાસ્તવિક કારણ છે એમ નથી. વાસ્તવમાં જે સમયે જે પર્યાય થાય તે પર્યાય તે સમયનું સત્ છે. તે કોઈથી આવું-પાછું ન થાય. ભાઈ ! તે પર્યાય પરના કારણે તો થતી નથી પણ તેને પૂર્વ પર્યાયનીય અપેક્ષા નથી. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે ને? કે પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ અને ઉત્તરપર્યાયયુક્ત દ્રવ્ય તે કાર્ય-એય વ્યવહારની વાત છે. ભાઈ ! સામાન્ય જે વસ્તુ છે તે, તે સમયના પર્યાયરૂપ વિશેષમાં ઉપજે છે અને તે પર્યાય-વિશેષ તે સમયનું સત્ છે. લ્યો, આવી વાત ! સમજાણું કાંઈ....?
તો આ પૈસા દાનમાં દેવા, મંદિરો બનાવવા, આરસની મૂર્તિ સ્થાપવી-આ બધું શું છે? એમ કે આ બધું કોણ કરે?
ભાઈ ! તે તે અવસ્થાની વ્યવસ્થા કરનાર તે તે દ્રવ્ય-પરમાણુ છે; જીવ તેને કરતો નથી, કરાવતોય નથી. અહા! બીજા દ્રવ્યના કર્યા વિના જ, તે તે અવસ્થાની વ્યવસ્થા સ્વતંત્રપણે તેનાથી તેના કાળે થાય છે. અહો ! ભગવાન વીતરાગદેવે કહેલું તત્ત્વ આવું સૂમ ગંભીર છે! પરને લઈને ઉત્પાદ થાય એમ તો નહિ પણ વ્યયને લઈને ઉત્પાદ થાય એમેય નહિ. ઉત્પાદથી ઉત્પાદ છે. ઉત્પાદપણે ઉત્પાદનો તે સમયે ત્યાં કાળ છે અને દ્રવ્ય ત્યાં ઉપજે છે. આવી વાત છે !
પં. દેવકીનંદન સાથે આ કમનિયમિતની વાત થયેલી ત્યારે તેઓ બોલ્યા “ઓહો ! આ તો અપૂર્વ વાત છે. ભાઈ ! આ તો પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવની વાણી – આગમ ! આગમ તો આંખ-ચક્ષુ છે. મુનિરાજને આગમચક્ષુ કહેલ છે ને? અહા! એવા આગમમાં કહ્યું છે કે-ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ છો. અને તારી જે જે પર્યાયો-વિકારી કે નિર્વિકારી-થાય છે તે તે સર્વ પર્યાયો ક્રમસર પોતપોતાના કાળે થાય છે.
કળશટીકામાં ચોથા કળશની ટીકામાં આવે છે કે “સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.” ત્યાં વિશેષ આમ કહ્યું છે કે “તે જીવ સંસારમાં ભમતાં ભમતાં
જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યકત્વ ઉપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યકત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય કરવામાં આવે તો પણ જીવ સમ્યકત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.”
ત્યાં આ પહેલાં ઉપર આમ કહ્યું છે કે “ભવ્યજીવોમાં કેટલાક જીવો મોક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com