________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વન રત્નાકર ભાગ-૯ * કળશ ૧૯૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “વિનાનું વર્તુ–મોર્જીગારિ–માવાન્ સવ પ્રતયે નીત્વ' સમસ્ત કર્તાભોક્તા આદિ ભાવોને સમ્યફ પ્રકારે નાશ પમાડીને....
અહાહા...! જોયું? ધર્મી પુરુષને અંતર્દષ્ટિ થતાં અર્થાત પોતે અંદર ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા છે એની દષ્ટિ થતાં, એને પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ છે એનું એને કર્તાપણું નથી, ભોક્તાપણુંય નથી. એણે કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે અર્થાત સ્વસ્વરૂપના આશ્રયે નાશ પમાડી દીધા છે. અહા ! આવો અંતર-અવલંબનનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! આ સિવાય બહારની ક્રિયાઓ બધી થોથાં છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય હાશે. અહાહા..! અહીં કહે છે – સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને ‘પ્રતિપર્વમ્' પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમથી થતા દરેક પર્યાયમાં) “વન્ધ– મોક્ષ-પ્રવક્ટપ્ત. નૂરીમૂત:' બન્ધમોક્ષની રચનાથી દૂર વર્તતો “શુદ્ધ: શુદ્ધ:' શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમજ આવરણ-બન્નેથી રહિત છે એવો), “સ્વર–વિસર– માપૂર્ણ–પુષ્પ– –ર્વિ:' જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને ‘ઢવો –પ્ર –મહિમા' જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો “ય જ્ઞાનપુખ્ત: સ્કૂMતિ' આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે.
આ ચૈતન્યમાત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે-પદ પદે અર્થાત્ પ્રત્યેક પર્યાય બંધ-મોક્ષની રચનાથી રહિત છે. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે તે બંધમોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું? કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધથી અને રાગના અભાવસ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી–એ બન્ને દશાથી વસ્તુ શુદ્ધ ચૈતન્યમય અંદર ભિન્ન છે; એ બન્ને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ ?
મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હો, નરક દશા હો કે તિર્યંચ, મનુષ્યદશા હો કે દેવ-એ પ્રત્યેક પર્યાયે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. અહાહા...! કર્મના ક્ષયોપશમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિયાદિ પર્યાય-તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદઘન છે તે ભિન્ન છે. આવી વાત છે !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com