Book Title: Pravachana Ratnakar 03 Author(s): Kanjiswami Publisher: Kundkund Kahan Digambar Jain Trust View full book textPage 8
________________ Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी । मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। પ્રારંભિક : ૫૨મ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્દભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ ૫૨માગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી-જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પુરુષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપ૨ોક્ત ૫૨માગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચન-ગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈનસમાજ ઉપ૨ અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે તેઓશ્રિના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે અહો ! ઉ૫કા૨ જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય : સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 264