________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ ૩. મિશ્ર – જે અપરાધ સેવ્યા પછી પ્રાયશ્ચિત્તમાં ગુરુ સમક્ષ આલોચના કરે અને ગુરુ કહે કે, “પ્રતિક્રમણ કર” પછી મિચ્છામિદુક્કડં આપે ત્યારે જે શુદ્ધિ થાય, તે આલોચના અને પ્રતિક્રમણ-એમ ઉભયરૂપ હોવાથી, મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય.
૪. વિવેક - વિવેક એટલે ત્યાગ. જે. અપરાધમાં વિવેક કરવાથી જ શુદ્ધિ થાય, બીજી રીતે નહીં, તે વિવેકપ્રાયશ્ચિત્ત. જેમકે આધાકર્મ આહાર લીધે હોય તે તેને ત્યાગ કર્યા વગર તે અપરાધની શુદ્ધિ થતી નથી.
૫. વ્યુત્સર્ગ -બુત્સર્ગ એટલે કાયાની ક્રિયાને નિરેધ, કાયિક ક્રિયાના નિરોધની જે ક્રિયા છે. જે અપરાધ સ્થાનની કાયચેષ્ટા નિરોધરૂપ ઉપયોગ માત્રથી જ એટલે કાઉસ્સગ્ગ દ્વારા શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત જેમકે દુઃસ્વપ્નજનિત અપરાધસ્થાન.
દ. તપ –જે અપરાધ સેવવાથી નિવિ વગેરે છ મહિના સુધીના તપ, પ્રાયશ્ચિત્ત રૂપે અપાય, તે તપપ્રાયશ્ચિત્ત છે.
૭. છેદપ્રાયશ્ચિત્ત - જે અપરાધસ્થાન સેવવાથી, જે પૂર્વ પર્યાય દુષિત થાય, તે પર્યાયનો ભાગ કાપી, બાકીના પર્યાયની રક્ષા માટે જે પ્રાયશ્ચિત્ત અપાય, તે છે પ્રાયશ્ચિત્ત. જેમ દુષ્ટ વ્યાધિથી ઘેરાયેલ શરીરના કેઈ ભાગને બાકીના શરીરના અવયવની રક્ષા માટે કાપી નંખાય છે, તેમ દેષિત પર્યાયને બાકીના પર્યાયની રક્ષા માટે કાપવામાં આવે છે, તે છેદપ્રાયશ્ચિત્ત.
૮. મૂલપ્રાયશ્ચિત્ત - જે અપરાધ સેવવાથી સમસ્ત પર્યાયનો છેદ કરી, ફરી મહાવ્રતરા પણ થાય, તે મૂલપ્રાયશ્ચિત્ત.
૯. અનવસ્થાપ્યઃ- જે અપરાધ સેવવાથી છેદે સ્થાપના ન થાય પણ કેટલાક વખત સુધી, પ્રતિ વિશિષ્ટ તપની આચરણ ન કરે ત્યાં સુધી એને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે, પછી જ્યારે તેને તપ પૂર્ણ થતાં દેષનો નાશ થયા પછી ત્રતોની ઉપસ્થાપના કરવામાં આવે, તે અનવસ્થા યોગ્ય હોવાથી અનવસ્થિતપ્રાયશ્ચિત્ત કહેવાય. અથવા યક્ત તપ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમાં કે લિંગમાં સ્થાપન ન કરાય તે અનવસ્થાપ્ય.
૧૦. પારચિત્ત - જે અપરાધ સેવનથી લિંગ, ક્ષેત્ર, કાળ અને તપને અંત આવી જાય છે તે પારાંચિત. અથવા પાર એટલે પ્રાયશ્ચિત્તને અંત. જેના પછી ઉત્કૃષ્ટતર પ્રાયશ્ચિત્ત નથી એટલે છેલ્લું પ્રાયશ્ચિત્ત અથવા અપરાધોના પારને પામે એવા સ્વભાવવાળું પારચિત્ત કે પારાંચિક પ્રાયશ્ચિત્ત છે. (૭૫૦)
હવે આ પ્રાયશ્ચિત્તોની વ્યાખ્યા ગ્રંથકાર કરે છે. आलोइज्जइ गुरुणो पुरओ कज्जेण हत्थसयगमणं १ । समिइपमुहाण मिच्छाकरणे कीरइ पडिक्कमणं २ ॥७५१॥