Book Title: Prashnottar Ratnamala
Author(s): Vimalacharya, Devendrasuri, 
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ વગેરેની અન્ય ગ્રંથોથી ભિન્નતા દેખાય છે. (સુજ્ઞપુરુષે આવા સ્થળોએ સારગ્રાહી બનવું, તત્ત્વનિર્ણય જ્ઞાનીઓ ઉપર છોડી દેવો.) આ ગ્રંથની પ્રથમ મુદ્રિતપ્રત વિક્રમ સંવત ૧૯૭૧માં પ્રકાશિત થયેલી જોવા મળી. પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજ (જામનગરવાળા)એ આ પ્રત સંપાદિત + પ્રકાશિત કરી. આ પ્રતના આધારે જ પ્રસ્તુત સંપાદન કરવામાં આવ્યું છે. પૂર્વ સંપાદિત પ્રતની લિપિ જૂની હોવાથી અને પ્રત અલભ્ય હોવાથી આ સંપાદન કરવામાં આવ્યું છે. જૂની પ્રતમાં પ્રાયઃ દરેક સ્થળે તમામ અનુનાસિકોના સ્થાને અનુસ્વાર વાપરવામાં આવ્યા છે. આ આવૃત્તિમાં શક્ય સ્થાનોએ ફરીથી અનુનાસિકનો પ્રયોગ કરવા પ્રયત્ન કર્યો છે. મુદ્રારાક્ષસના પ્રભાવે અનુનાસિક કરવા જતાં અશુદ્ધિ ન થઈ જાય એ માટે ઘણે સ્થળે અનુસ્વાર એમ ને એમ રહેવા દેવામાં આવ્યા છે. - આ પ્રતિ લગભગ સંશોધિત થવા આવી એ જ વખતે પૂજ્યપાદ આ.દે.શ્રી.વિ. કારસૂરિ મહારાજના સમુદાયના પૂજ્યપાદ વિદ્વદ્વર્ય શ્રુતરસિક આ.દે.શ્રી.વિ. મુનિચંદ્રસૂરિ મહારાજના પ્રયત્નથી અને પંડિતવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવીની મહેનતથી પાટણના - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંથી શ્રી પ્રશ્નોત્તર રત્નમાલા સટીક ડા.ન. ૩૬૮ નં. ૧૭૬૫૦ પૃષ્ઠ ૨૧૧ અને શ્રી પ્રશ્નોત્તર રત્નમાલિકા ડા.ન. ૩૬૦. નં. ૧૭૨૮૬ પૃષ્ઠ ૩૩૪. આ બે હસ્તલિખિત પ્રતો પ્રાપ્ત થઈ. આ બંને પ્રતના આધારે ઘણા મહત્ત્વના શુદ્ધ પાઠો મળ્યા. જુની પ્રિન્ટેડ પ્રતમાં ઘણા પ્રાકૃત શ્લોકો લીધા ન હતા. તે આ પ્રતોના આધારે આ આવૃત્તિમાં લેવામાં આવ્યા છે, જો કે એમાં ઘણે સ્થળે શુદ્ધિ અંગે અમને શંકા છે. જુની પ્રિન્ટેડ પ્રત અને આ બે હસ્તપ્રતોને મેળવતી વખતે એક વિચિત્ર વાત નજરમાં આવી કે ત્રણે પ્રતોમાં અત્યંત પ્રચુર પ્રમાણમાં અલગ-અલગ પર્યાયવાચી શબ્દો-ક્રિયાપદો વપરાયા છે. જાણે કે એમ જ લાગે કે જો દરેક પાઠાંતરો નોંધવામાં આવે, તો ખરેખર તો ત્રણ પ્રત છાપવી પડે. જેમ કે એક પ્રતમાં નૃપ હોય, તો બીજી પ્રતમાં ભૂપ હોય, ત્યારે ત્રીજી પ્રતમાં નૃપતિ હોય. એક પ્રતમાં ગમ્ ધાતુનો પ્રયોગ હોય, તો બીજામાં યા ધાતુનો અને ત્રીજી પ્રતમાં ઈ ધાતુનો પ્રયોગ હોય. અરે એક જ ઘાતુના પ્રયોગમાં એક પ્રતમાં પરોક્ષ હોય, બીજામાં હ્યસ્તન ભૂતકાળ હોય, ત્રીજામાં અદ્યતન ભૂતકાળ. આમાં ગ્રન્થકારની મૂળભૂત રચના કઈ માનવી ? મૂળ રચનાની હસ્તપ્રત તૈયાર કરતાં લહિયા વગેરેએ આ રીતે શબ્દપ્રયોગો કેમ *. બદલ્યા હશે ? શા માટે મૂળરચનાને વફાદાર નહીં રહ્યા હોય ? આ બધી વાતો સંશોધન માંગી લે એવી છે. 5

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450