Book Title: Prashnottar Ratnamala Author(s): Vimalacharya, Devendrasuri, Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ આ શ્રી ટીકાકાર અને કથા રચયિતા આચાર્યભગવંતે આ પ્રશ્નોત્તર રત્નમાલા ગ્રંથને કથાના માધ્યમથી રસાળ અને લોકપ્રિય રk બનાવ્યો છે. ગુરુના દરેક ઉત્તર સચોટ અને યથાર્થ છે એ વાત એ કથાઓના માધ્યમથી સજ્જડ બેસી જાય છે અને શ્રોતાને એ ના માર્ગે આગળ વધવા સુંદર પ્રેરણારૂપ બને છે. આચાર્યભગવંતે ગદ્ય-પદ્યમાં કથાઓની રચના કરી છે. એમાં દરેક નગર–રાજાનું વર્ણન ચિત્તને ચમત્કાર પમાડે એવું છે. પ્રાયઃ ડ, દરેક કથા વખતે એ વર્ણનો અલગ-અલગ કલ્પનાઓના માધ્યમથી સુંદર રીતે ઉપસાવ્યા છે. ઠેર ઠેર પ્રસંગને અનુરૂપ મુકેલી સૂક્તિઓ * આ કથાઓને વધુ સુશોભિત કરે છે. પઘો જુદા જુદા છંદોમાં રચાયા છે. આચાર્યભગવંતે પ્રાયઃ શબ્દકોશમાં જ મળતા ઘણાય અપ્રસિદ્ધ શબ્દોનો પ્રચૂર ઉપયોગ કરી માનો કે એ શબ્દપંખીઓને શબ્દકોશના પિંજરામાંથી મુક્ત કરી ગ્રંથરૂપી આકાશમાં વિહરવા મુક્ત કર્યા છે. આ ગ્રંથના વાચકને કોઈ શબ્દને ખોટો કે અશુદ્ધ તો માનતા પહેલાં શબ્દકોશ જોઈ લેવા ભલામણ છે. હા, કેટલાક પ્રયોગો અપ્રસિદ્ધ હોય એવા લાગે છે. જેમ કે, ચન્દ્રવ = ચન્દ્ર+ઈવનો સમાસ. જેમ કે પ્રશ્ન-૬૨ના ૭૬ માં ઉત્તરમાં નરદેવનુપ કથામાં શેષેવ પ્રયોગ જોવા મળે છે. એજ રીતે ૪૬માં પ્રશ્નના ૪૮ માં ઉત્તરમાં શત્રુંજયનૃપકથા વગેરે સ્થાને હું ધાતુ છઠ્ઠા ગણનો હોય એ રીતે (આજ્ઞાર્થમાં) આરુહત' જેવા પ્રયોગ જોવા મળે છે. કથાગ્રંથોમાં રચનાકાર બદલાય એટલે કેટલાક પ્રસંગોની રજુઆત બદલાય, એ સંભવિત છે. પ્રસ્તુતમાં પણ ઘણા પ્રસંગો અન્ય ગ્રંથોમાં ઉપલબ્ધ પ્રસંગોથી જુદી રીતે રજુઆત પામતા દેખાય છે. જેમ કે, શ્રી શાલિભદ્રને પૂર્વભવમાં જંગલમાં મુનિરાજ દ્વારા જ કરાવાયેલી અંતિમ આરાધનાની વિધિ. આ ગ્રંથકારના મતે શ્રી કુમારપાળ રાજા મહેન્દ્ર (ચોથા) દેવલોકમાં ગયા છે. શ્રીષેણરાજા (શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રથમ ભવ)ના બે પુત્રો ઈદુષણ–બિંદુષણ અંગેની વિગત પણ અન્ય ગ્રંથો કરતાં સ્પષ્ટ જુદી પડતી દેખાય છે છે. (કદાચ આ ગ્રંથકારે બીજા કોઈ શ્રીષેણરાજા અને ઈદુષણ-બિંદુષણને નજરમાં લીધા હોય) આવા તો ઘણા સ્થળોએ નામ-પ્રસંગ ની પ J u cation Interational For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 450