Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 555
________________ પ૨૨. શ્રી પ્રત્રનેત્તર મેહનમાળી–ભાગ ૯ મે. તાલીતાપસ, પુરણુતાપસ વગેરેના સંથારા મહિનાના તથા બબે મહિનાના જૈન સૂત્રોમાં ચાવેલ છે. તેઓની આત્મહત્યા કહી નથી. માટે ડાહ્યા મનુષ્ય પહેલું સમાધિમરણ અને આત્મહત્યાનું સ્વરૂપ જાણવું જોઈએ. પ્રશ્ન ૮૫–આત્મહત્યા અને સંથારામાં શું તફાવત? ઉત્તર–તેમાં તે આકાશ પાતાળ એટલે તફાવત છે. તે વિષે ભગવતીજીના બીજા શતકના પહેલા ઉદ્દેશમાં એવું પ્રશ્ન છે કે એવું કયું મરણ છે કે, જે મરણ મરે કરી જીવ અનંતે સંસાર વધારે ? અને એવું કયું મરણ મરે કરી જવ અનંત સંસાર ઘટાડે? તેના ઉત્તરમાં ભગવંત મહાવીરે જણાવ્યું છે કે-અજ્ઞાન એટલે કષાયના પ્રાબલ્ય વડે તથા ઈચ્છા વા વાસના સહિત મરે તે જીવ અને તે સંસાર વધારે અને જ્ઞાન એટલે જ્ઞાનદષ્ટિ રાખી કષાયને ત્યાગી વાસનાઓને વિધ્વંસ કરી એકાંત અવ્યા– બાધ સુખ મેળવવા સંથારો કરી મરે તે જીવ અને તે સંસાર ઘટાડે એ પ્રમાણે કહેલ છે. પ્રશ્ન ૮૬–અજ્ઞાનમરણ અને જ્ઞાનમરણ કેને કહેવામાં આવે છે? ઉત્તર–જે જીવ કષાયને વશે અથવા કોઈ પ્રકારની ઈચ્છાથી ભગવતીજીમાં કહેલાં ૧૨ પ્રકારમાંનાં મરણ કરી મારે તેને અજ્ઞાનમરણ કહેલ છે, અને બે પ્રકારનાં સમાધિ મરણે એટલે કષાય કે ઇચ્છા વિના મારે તે જ્ઞાન– મરણ કહેલ છે. તેને સૂત્રમાં સમાધિમરણ પણ કહ્યું છે પ્રશ્ન ૮૭–અજ્ઞાનમરણ ૧૨ પ્રકારે કહ્યાં તે કયાં કયાં ? ઉત્તર--ભગવતીજીમાં બંધકને અધિકારે ૧૨ પ્રકારનાં મરણ આ પ્રકારે કહ્યાં છે. (૧) ક્ષુધાતૃષાએ પીડે અથવા સંયમથી પડયે વલવલાટ સહિત મરે. ૨) પચે ઇન્દ્રિયના વશ પડે થયે મરે. (૩) અંતઃકરણમાં શલ્ય રાખી (માયા, નિયાણા અને મિથ્યાદર્શન સહિત) મરે (૪) મનુષ્યભવનું નિદાન કરી મરે. ( પર્વતથી પડી (બૃપાપાત ખાઈ) મરે. (૬) વૃક્ષથી પડી મરે (૭) પાણી માંહે બડી મરે. (૮) અગ્નિ માંહે બળી મરે. (૯) વિષ ખાઈ મરે. (૧૦) શસ્ત્ર કરી મરે. (૧૧) ગળે ફાંસો ખાઈને મરે. [૧ પશુ પક્ષી પાસે ચુંટાવી તથા તેના કલેવરમાં પેસી મુંઝાઈ મરે. એ બાર પ્રકારનાં મરણ તે બાળમરણ એટલે અજ્ઞાનમરણ કહ્યાં છે. પ્રશ્ન ૮૮--બે પ્રકારનાં જ્ઞાનમરણ કહ્યાં તે કેવી તે કેવી રીતનાં ? ઉત્તર-(૧) પાદપગમન સંથારે અને (૨) ભત્તપ્રત્યાખ્યાન સંથાર એટલે વૃક્ષની શાખાની પેઠે પડીને અથવા વૃક્ષના થડની પેઠે અડોલપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576