Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 561
________________ શ્રી પ્ર ત્તર માહનમાળા-ભાગ ૯ મો. દેહરો. વિધિ ૧, વિધાતા ૨, હોનહાર ૩, સ્વભાવ ૪, કાળ ૫, યમ ૬, ગ્રહ ૭, ઈશ્વર ૮, બ્રહ્મા ૯, કમ ૧૦ દેવ ૧૧, કૃતાન્ત ૧૨, ભાગ્ય ૧૩, પુણ્યસહ ૧૪. પૂર્વકૃત એ કર્મનાં, પર્યાયવાચક નામ: કર્તા માને તેહને, એ બ્રમણાને ઠામ. પ્રશ્ન ૯૭– કેટલાક કહે છે કે પૃથ્વી ગોળ છે તે તે ગેળ લાડવાને આકારે છે કે સપાટ ગેળ છે? ઉત્તર–કોઈ મતવાળા લાડવાને આકારે ગોળ માને છે ખરા, પણ જૈન શાસ્ત્ર તથા અન્ય શાસ્ત્ર પુરાણાદિકમાં સપાટ ગેળ માને છે. જૈનશાસ્ત્રમાં સપાટ પડ્યા ચકને આકારે ગોળ એક લાખ એજનને જબુદ્વીપ છે. તેના ફરતે બે લાખ એજનને લવણ સમુદ્ર, તેને ફરતે ચાર લાખ જનને ધાતકી ખંડ દ્વીપ છે, તેને ફરતે ૮ લાબ જનને કાળદધિ સમુદ્ર છે, તેના ફરતે ૧૪ લાખ યેજનને પુષ્કરદ્વીપ છે. એ પ્રમાણે ચારે દિશાએ જંબુદ્વીપની મધ્યભાગના મેરૂ પર્વતથી સીધી લીટીએ સપાટ ચારે દિશાએ દેરી માંડતાં અસંખ્યાત દ્વીપને અસંખ્યાતા સમુદ્ર આવે. છેલ્લો સ્વયંભૂરમણદ્વીપ ને રવંભૂરમણ સમુદ્ર આવે. એમ જૈનધર્મના જીવાભિગમ સૂત્રમાં સવિસ્તાર અધિકાર છે, તેમજ અન્યમતનાં પુરાણાદિકમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર અકેક મતવાળા કહે છે. ને અકેક મતવાળા પચાસ કોડ પૃથ્વી કહે છે અને અકેક મતવાળા અનંત સૃષ્ટિમય પૃથ્વી માને છે પરંતુ જૈનશાસ્ત્ર તે અસંખ્યાતા દ્વીપ સમુદ્રને સપાટ ગેળજ માને છે. પ્રશ્ન ૯૮–કેટલાક આ પૃથ્વીને દડાની પેઠે ગેળ તે પણ લંબગોળ અને ફરતી માને છે, એટલે પોતાની ધરી ઉપર ચોવીશ કલાકમાં ફરી વળતી ૧૨ માસમાં સૂર્ય ફરતી ફરી વળે છે, વગેરે વાતે સાંભળીએ છીએ તેનું કેમ ? ઉત્તર-એવી વાતે ઘણએ સંભળાય છે. બધાને ખુલા કરવા બેસીએ તે પાર પામીએ તેમ નથી. વળી ગંધ વધી જવાના ભયથી દુકામાં એટલું જ કહેવાનું છે કે “પૃથ્વી સ્થિર પ્રકાશ ' પુસ્તક વાંચવાથી ઘણા ખરે ખુલાસે થઈ આવશે, પણ એમ તે જણાય છે કે દુનિયામાં અનેક દ્રષ્ટિવાળા મનુ અનેક દ્રષ્ટિના મતમતાંતરો રહેલા હોવાને લઈને જે જેના મગજમાં આવે તેવી પ્રરૂપણાઓ પણ તદાકાળ (મહાવીર પરમામાના વખત) કરતા હતા ખરા એમ સૂત્રથી સાબીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576