Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 560
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મિ. પ૨૭ ઉત્તર–તે વાત ખરી છે. કેમકે ઈશ્વર કત્તાં માને છે, કેટલાક દૈવ ક્ત માને છે, કેટલાક વિધાતા કર્તા માને છે, અને કેટલાક કર્મ કર્યા પણ માને છે. પરંતુ શાસ્ત્રને ન્યાય જેમાં પ્રાણીઓને સુખ દુખ ને કર્તા કર્મજ છે. એટલે જૈનશાસ્ત્રના ન્યાયે પૂર્વભવે જીવે શુભાશુભ કરેલાં કર્મનાં ફળ જે અહિંયાં ઉદયમાં આવે તે ભગવાય છે, એટલે જેવાં કર્મ કરે તેવાં ફળ ભેગવે, માટે કર્મ કરતા છે, અને કર્મને કત્ત આત્મા છે. માટે જેને સૂત્રમાં સુખ દુઃખને કર્તા આત્મા પણ કહ્યો છે. શાબ ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનની ગાથા ગપ્પા જત્તા વિસ્તાર, વણાઈ જ જુદા ; આને પરમાર્થ એ છે કે-કર્મને વશ પડેલે આત્મા શુભાશુભ કર્મ કરે છે. માટે કષાયઆત્મા જે આત્મા, અજ્ઞાન આત્માવડે કર્મને બંધ થાય છે. માટે કર્તા આત્મા કહે કે કર્મા કહે, એ જૈન શાસ્ત્રને ન્યાય છે. પ્રશ્ન ૯૬–ઈશ્વર કર્તા માને છે તે વિષે ખરે ખુલાસે શું છે ? ઉત્તર--ખો ખુલાસે સાંભળે હોય તે સાંભળે, સત્યાર્થ ચંદ્રદયમાં કહ્યું છે કે-નામમાળા તથા “લેકતત્વ નિર્ણયમાં” કર્મનાં ૧૩ નામ કહ્યાં છે. તે નીચેના ક્ષેકથી જાણશો. श्लोक-विधिविधानं नियतिः स्वभावः काळोग्रहइश्वर कर्म दैवम् भाग्यानिकर्माणि,, यमः कृतांत, पर्याय नामानि पुराकृतस्य, १. અર્થ-–૧ વિધિઃ (વિધના) , ૨ વિધાતા (વિધાન), ૩ નિયતિઃ (હોનહાર), ૪ સ્વભાવ, ૫ કાળ, ૬ ગ્રહ, ૭ ઇશ્વર, ૮ કર્મ, ૯ દેવ, ૧૦ ભાગ્ય, ૧૧ પુણ્ય, ૧૨ યમ, ૧૩ કૃતાંત. એ સર્વ પૂર્વકૃત કર્મનાં પર્યાયવાચક નામ છે. તથા મનુસ્મૃતિમાં ૭મા અધ્યયનમાં પાને ૩૮૦ મે, કર્મનાં દશ નામ કહ્યાં છે તે કહીએ છીએ. વિધિ ૧, દેવ રે, નિયતિ ૩, સ્વભાવ ૪, કાળ પ, ઈશ્વર ૬, બ્રહ્મા ૭, કર્મ ૮, ભાગ્ય ૯, પુણ્ય ૧૦ આ સર્વ પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં ફળનાં નામ છે. એમ કૃતિમાં કહ્યું છે તથા મૃતિમાં પણ કહ્યું છે કે-- दैव मात्मकृतं विद्यात्. कर्मयत्पौव देहिकम् । सुमनः पुरुषकारस्तु. क्रियते यदि हापरम् ॥१॥ પૂર્વ જન્મના દેહે કરેલાં કર્મને દેવ કરીને કહે છે, અને આ જન્મમાં કરેલાં કર્મને પુરૂષાર્થ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576