Book Title: Prarthana Piyush Author(s): Mumukshu Bhai Baheno Publisher: Raj Saubhag Satsang Mandal View full book textPage 2
________________ પ્રસ્તાવના “સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજયા વણ ઉપકારશો? સમજયે જિનસ્વરૂપ મુમુક્ષુ મંડળના ઘણા ઘણા પુણ્યયોગે એમને ઉપરોકત કડીના શબ્દોને ચરિતાર્થ કરવા જોગ પ્રાપ્ત થયો છે. એ જોગનું શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. અધિકારી થવા માટે તથા આત્મકલ્યાણમાં ઉપકાર અર્થે ગ્રંથમાળા તૈયાર કરવાનો મંગળ પ્રારંભ કરેલ છે. તેમાં ચાર પુષ્પોનું પ્રગટીકરણ થયેલ છે. જેમાં આજે આ પાંચમું પુષ્પ પ્રગટ થઈ રહ્યું છે. આ પુષ્પ આત્માને અધિકારી થવા માટે જરૂરી ભાથું પુરું પાડે તેમ છે. જેનું નિત્ય સેવન કરવામાં આવે તો આત્મલક્ષી જીવોને માટે ઉપકારી પદોનો આ સંગ્રહ છે. આ પુષ્પ તૈયાર કરવામાં નાણાંકીય સહાય આપનાર મુમુક્ષુ ભાઈઓ-બહેનોનો આભાર માનવામાં આવે છે. માત્ર એટલી અપેક્ષા કે આ પુષ્પના નિદિધ્યાસનથી અધિકારી જીવો અધિકારને પાત્ર થાય. છદ્મસ્થપણાને કારણે પુષ્પના મુદ્રણમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારીને અધ્યયન કરવા વિનંતિ છે. સાયલા સં. ૨૦૪૪, ફાગણ સુદ-૨ તા. ૧૯-૨-૮૮ પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ પ્રાર્થના પિયુષ ૨ |Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 67