Book Title: Pramanya Swata ke Parat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ - ૧૩૪ ] દર્શન અને ચિંતન મૂક્યા સિવાય દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદોનું પ્રમાણુ સ્થાપન કરવા લાગે. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લેકમાં રૂઢ થયેલ વેદના પ્રામાણ્યાપ્રામાણ્યનો જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાને મુખ્ય વિષય થઈ ગયે. અપ્રા. માણ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહે કે શાસ્ત્રને રચનાર પુરુ હોય છે. કઈ કઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હોય, પણ દરેક કાંઈ તેવા હતા નથી. તેથી એકાદ ડાઘણું સ્વાથી કે ડાઘણું અજ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રમાં એ ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજે વર્ગ એમ કહે કે એ વાત ખરી છે, પણ તેની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદમાં તે પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહિ; કારણ એ છે કે પુરુષ વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લોભને લઈને વેદમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રાભણ્ય અને અપ્રામાણ્યની ચર્ચામાંથી વેદના પૌરુષેયત્વ અને અપરાયત્વને વાદ જા. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત્વ એ કે વેદ પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મે. એક પક્ષ કહેવા લાગ્યા કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેને કઈ રચનાર તે હોવો જ જોઈએ. પુ (સાધારણ છવાત્માઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદ મનાવા જોઈએ; જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધ. તેથી વેદને પુરૂષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથ. આ રીતે પૌયત્વ-અપૌયત્વવાદમાં વેદના અનિયત્વ અને નિયત્વને પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યા. વેદનું પ્રામાણ્ય મૂંગા મેએ ન સ્વીકારનાર પક્ષ તે તેને પૌરુષેય અને અનિત્ય માનતે જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય ભાનતે થે. વેદને અનિત્ય માની પ્રમાણ . માનનાર પક્ષ નિત્યાવાદીને કહે કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જે વેદ કેાઈની રચના ન હોય તે તેમાં પ્રામાણ્ય કેવી રીતે ઘટાવી શકાય ? આને ઉત્તર બીજા પક્ષે આપે કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તે અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કેાઈનાં રચાયેલાં હોય તેમાં અમામાયને સંભવ ખરે, પણ વેદ કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષદોષની સંક્રાન્તિ અને તજજન્ય અપ્રામાણ્યને સંભવ ન હોવાથી વિદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરતઃ-પ્રામાણ્યની કલ્પના જન્મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10