Book Title: Pramanya Swata ke Parat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [૧૩r કરવા ચેાથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવુ યોગ્ય છે કે કાઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનુ પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે. આ વિષયમાં પરતઃવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરાગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરાગ્રાહ્ય માનવું જોઈ એ કાઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હાય તે તેનું અયથાવ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તા વિસ ંવાદ થવાયી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાત્વ માલૂમ પડે છે. તેવી રીતે યથાંત્વના સંબંધમાં પણ માનવું જોઈ એ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાત્વ સવાદ અગર પ્રવૃત્તિસાફલ્યથી જણાવાનું. આમ માનતાં અનવસ્થા થવાના ભય રાખવાનું કારણ નથી, કારણુ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી એત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લખાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્ય નષયમાં જ બની રહે એમ અનતુ' નથી. ખીજી વાત એ છે કે જો પ્રામાણ્યને જ્ઞાનના નિય સાથે જ નિીત માની લેવામાં આવે તે જે વિષયને વારવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સહુ થાય છે તે સ ંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિીત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાણ્યની પેઠે પરાજ્ઞેય માનવું ચેાગ્ય છે. સ્વતઃવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરકે છે. તેથી તે કહે છે કે પરતઃ–પક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જો પરતઃવાદીને કાઇ પણ જ્ઞાન સ્વનિીત માનવું પડે તે પછી તે જ રીતે પ્રથમનાં બધાં જ્ઞાનાનું પ્રામાણ્ય સ્વનેય શા માટે ન માનવું? સ્વતઃવાદીને પક્ષ અભ્યાસાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાના અહુ પરિચય હાય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રમાણ્ય માટે કાઈ તે કદી સંદેહ થતા નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિીત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તે એક જ પ્રકારનું હાય તે! તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળેાનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ ભાની લેવા ધટે છે. આથી ઊલટુ', પરતઃવાદીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10