Page #1
--------------------------------------------------------------------------
________________
'
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?
[3]
વિષય અહુ ચેડાને પરિચિત છે તે વિષય ઉપર હું' કેમ લખું હ્યું, એ પ્રશ્નના ખુલાસા પ્રસ્તુત લેખની પ્રસ્તાવનાથી થશે. લગભગ આઠેક વરસ પહેલાં ભાવનગર આત્માનંદ સભામાં વિદ્વાન કવિ કાન્તની સાથે પહેલવહેલું મળવાનુ થયું. તે વખતે તેઓએ મને જે પ્રશ્ન પ્રથમ પૂછેલ અને મે જે ઉત્તર આપેલા, તેને જ થાવુ પલ્લવિત અને વ્યવસ્થિત કરી લખી દઉં તા એક દાનિક વિચારની ચર્ચા અને કવિ કાન્તની યાદી એમ એ અથ સરે. કાન્ત મને પ્રમાä ન છત તું ’એ કારિકાનું પાદ સમજાવવા કહ્યું. આના ઉત્તર નીચે લખુ તે પહેલાં ઉક્ત કારિકાની બાહ્ય માહિતી અને તેના વિષય જાણી લેવા યોગ્ય છે
સાહિત્યદર્પણુ અને ગૌતમસૂત્રવૃત્તિના લેખક ખગાળી વિદ્વાન વિશ્વનાથ તર્ક પંચાનન ( ઈ. સ. સત્તરમે! સંકા ) ની રચેલ કારિકાવલી ( અથવા ભાષાપરિચ્છેદ)ની ૧૩૬મી કારિકાનું ત્રાસ્ય' ન વતો પ્રાર્થ ' એ ત્રીજું પાદ છે. એની થોડી વ્યાખ્યા તા ગ્રન્થકારે પોતે જ પાતાની મુક્તાવલ નામક ટીકામાં આપી છે. મીમાંસકદર્શન પ્રાભાણ્યને સ્વતઃ જ્ઞેય માને છે. તેનું નિરાકરણ વૈયાયિક મતથી એ પાદમાં કરેલું છે. એની ફ્લીલ તરીકે તેનું ચોથુ પાદ સુરીયાનુ પત્તિત : ' આવે છે. આ કારિકાની વ્યાખ્યા કાન્તના પ્રશ્નના ઉત્તરમાં મેં આપી.
આ વિષયની પક્ષવાર માન્યતા
અને તેનું ઐતિહાસિક મૂળ એ એ આખતે આ લેખમાં મુખ્ય જણાવવાની છે, પણ તે જણાવ્યા પહેલાં પ્રસ્તુત લેખમાં વારંવાર આવનારા કેટલાક શબ્દોની સંક્ષેપમાં માહિતી આપવી રીક ગણાશે.
(૧) પ્રમાત્વ = જે જ્ઞાન યથાર્થ હોય તે પ્રમા કહેવાય છે. જ્ઞાનની યથાર્થતા ( સત્યતા ) એ પ્રભાત.
(૨) પ્રામાણ્ય = આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ મને શો એકાક હાઈ પ્રામાણ્ય શબ્દના અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ o
( ૧૦૩૩
( ૩ ) સ્વતઃ = જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ ભાસિત થાય છે એમ માનવું તે સ્વતઃ.
(૪) પરંતઃ જ્ઞાનનું સત્યત એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી જણાય છે એમ માનવું તે પરતઃ.
(૫) અભ્યાસદશા = વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ.
=
( ૬ ) અનભ્યાસદશા = આનાથી ઊલટું.
(૭) વ્યવસાય = કાઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન.
(૮ ) અનુવ્યવસાય = પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન.
(૯ ) અક્રિયાજ્ઞાન = જેવસ્તુથી જે પ્રયાજના સાધી શકાતાં હૈાય, તે વસ્તુના જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેમાં પ્રયાજના અનુભવ થવા તે અથ યાજ્ઞાન.
(૧૦) સંવાદ = પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડ્યું તે સંવાદ.
( ૧૧ ) વિસ'વાદ = આથી ઊલટુ,
( ૧૨ ) પ્રવત કજ્ઞાન = જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણુ કરવા અથવા છેડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવકત્તાન.
સ્વત કે પરતઃની ચર્ચાનું અતાસિક મૂળ
વેદના સહિતા ( મંત્ર) ભાગ ઉપર લૉકાની શ્રહ્મા દૃઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગને ઉપયોગ કČકાંડમાં થવા લાગ્યા. જાણ્યું કે અજાણ્યે કમ કાંડનાં વિવિધવિધાનો, જેમ દરેક સૌંપ્રદાયમાં અને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્મોનુભવનું તત્ત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધમ ગણાતી; તે વૈદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી.
આ રીતે કલ્યાણના જ્યોતિય માર્ગોમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણા મહાત્માઓનુ` હૃદ્ય કકળી ઊડ્યુ. તેઓએ તે કમકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદતા પ્રશ્ન આવત તેએએ જણાયુ કે જો વૈદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન ફરતા હોય તેા તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વ એવા ઊભા થયા કે જે હિં'સામય યજ્ઞ અને તેને ટેકા આપતી શ્રુતિઓને અપ્રમાણ ઠરાવતા હતા, જ્યારે બીજે વગ એવા થયે જે જરાયે ઢીલું
Page #3
--------------------------------------------------------------------------
________________
- ૧૩૪ ]
દર્શન અને ચિંતન
મૂક્યા સિવાય દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદોનું પ્રમાણુ સ્થાપન કરવા લાગે. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લેકમાં રૂઢ થયેલ વેદના પ્રામાણ્યાપ્રામાણ્યનો જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાને મુખ્ય વિષય થઈ ગયે. અપ્રા. માણ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહે કે શાસ્ત્રને રચનાર પુરુ હોય છે. કઈ કઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હોય, પણ દરેક કાંઈ તેવા હતા નથી. તેથી એકાદ ડાઘણું સ્વાથી કે ડાઘણું અજ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રમાં એ ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજે વર્ગ એમ કહે કે એ વાત ખરી છે, પણ તેની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદમાં તે પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહિ; કારણ એ છે કે પુરુષ વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લોભને લઈને વેદમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રાભણ્ય અને અપ્રામાણ્યની ચર્ચામાંથી વેદના પૌરુષેયત્વ અને અપરાયત્વને વાદ જા. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત્વ એ કે વેદ પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મે. એક પક્ષ કહેવા લાગ્યા કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેને કઈ રચનાર તે હોવો જ જોઈએ. પુ (સાધારણ છવાત્માઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદ મનાવા જોઈએ; જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધ. તેથી વેદને પુરૂષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથ. આ રીતે પૌયત્વ-અપૌયત્વવાદમાં વેદના અનિયત્વ અને નિયત્વને પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યા. વેદનું પ્રામાણ્ય મૂંગા મેએ ન સ્વીકારનાર પક્ષ તે તેને પૌરુષેય અને અનિત્ય માનતે જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય ભાનતે થે. વેદને અનિત્ય માની પ્રમાણ . માનનાર પક્ષ નિત્યાવાદીને કહે કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જે વેદ કેાઈની રચના ન હોય તે તેમાં પ્રામાણ્ય કેવી રીતે ઘટાવી શકાય ? આને ઉત્તર બીજા પક્ષે આપે કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તે અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કેાઈનાં રચાયેલાં હોય તેમાં અમામાયને સંભવ ખરે, પણ વેદ કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષદોષની સંક્રાન્તિ અને તજજન્ય અપ્રામાણ્યને સંભવ ન હોવાથી વિદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરતઃ-પ્રામાણ્યની કલ્પના જન્મી.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતકે પરત
[ ૧૦૩૫ વિષય અને સાહિત્યને કમિક વિકાસ
પહેલાં તે ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દ-પ્રમાણ ના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ–નિયત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હેય છે. જે આગંતુક દોષ ન હોય તે તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યસ્વાદીએ પણ પિતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રાભણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તે ફક્ત કારણના ગુણથી આવે છે જેવી રીતે કારણુના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શબ્દ-પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણુના પ્રદેશમાં ફેલાઈ તેવી જ રીતે પહેલાં સ્વતઃ–પરતની વામિ મુખ્યભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેને ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્ત અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ–પરત ની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ.
જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા. પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષદ્ગા પ્રાચીન જમાનામાં સ્વતઃ–પરત ની ચર્ચાના શબ્દનું નિત્યત્વઅનિયત્વ” જેવા કેટલાક અંશે માત્ર છૂટાછવ્વાયા નિરુક્ત જેવા ગ્રન્થમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેને વિકાસ થતા ચાલ્ય, પણ છેક ચેથી-પાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહોતું વધ્યું. સ્વત: પક્ષમાં રાબર
સ્વામીનું શાબરભાષ્ય અને પરત પક્ષમાં બૌદ્ધાચાર્ય દિદ્ભાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભવના ગ્રન્થ–એટલું જ સાહિત્ય ત્યારસુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના બ્લેકવાર્તિકમાં સ્વતઃ– પક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકે તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રન્થ આપણી સામેન હેવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદ પિતાની અષ્ટસહસ્ત્રી, બ્લેકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચજે પોતાની. પ્રમેયકમલમાર્તક, ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકે તો કુશળ હેય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા. દરમ્યાન અભયદેવે સન્મતિત ઉપરની પિતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૩૧]
દર્શન અને ચિંતન
જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકાના ગ્રન્થાના આધાર લીધા છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્યાને કેટલા વધારે રસ લેતા તે જણુાઈ આવે છે. દાનિશાર્માણુ વાચસ્પતિ મિશ્રની સર્વ - ગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાય ઉયન અને નવીનન્યાયના સૂત્રધાર ગગેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાયા. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાન વાદિદેવસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ--પરતઃના સાહિત્યનું એક માટુ મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યા, અને જૈન તાર્કિક યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પોતાની ટીકામાં આ સાહિત્યમદિરને પ્રામાણિક ઉપયોગ કર્યાં. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેના વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરગ્વિજયમાંથી મંડનમિશ્રનુ ઘર પૂછતાં એક ખાઈએ શંકરસ્વામીને આપેલા ઉત્તર ટાંકવા ખસ થશે :
स्वतः प्रमाणं परतः प्रमाणं कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितः ॥
... ',
સ્વતઃ-પરતના દાર્શનિક પક્ષનુ' વર્ગીકરણ
સ્વતઃ પ્રામાણ્ય માનનાર વર્ગીમાં ફક્ત બે જ દર્શને આવે છેઃ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પરતઃ પ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને ઔડ્ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્દી ને આવી જાય છે ઃ ન્યાય, વૈશેષિક, સાંખ્યુ અને ચેગ. ઉપપત્તિ
. દ
વેદ ઉપર થતા આક્ષેપનુ સમાધાન અને શ્રુતિની પૂર્વાપર સંગતિ કરવાનું' બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શીને લીધે, તેથી તેણે સ્વતઃ પ્રમાણુની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શીનની સ્વતઃ પ્રમાણની કલ્પનાને ચર્ચો કર્યો સિવાય માની લે તે સ્વાભાવિક જ છે. વેદના પ્રામાણ્યમાં વાંધા લેનાર જૈન અને ખૌઢ દર્શનને પરતઃ પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજૂ કર્યો સિવાય ન ચાલે. તેથી તેઓને તે પક્ષ પણ સહેજ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતા?
[ ૧૦૨ જ થયો. ન્યાય અને વૈશેષિક દર્શને તર્કપ્રધાન હોઈ બુદ્ધિગમ્ય તર્કને વિરોધ નજ કરી શકે, તેથી તેઓએ પરતઃ પ્રામાણ્ય પક્ષ સ્વીકાર્યો, પણ તેમ છતાંયે ઈશ્વરને વચ્ચે લાવી વેદનું પ્રામાણ્ય સાચવ્યું. સાંખ્ય અને યોગ, એ આખા વિષયમાં બહુધા ન્યાય અને વૈશેષિકને અનુસરતા હોવાથી તેઓને તેથી જુદા પાડી શકાતા નથી. આ રીતે દરેક દર્શનનો પક્ષ-ભેદ, પોતાના સાધ્ય. પ્રમાણે, રવતઃ–પરની ચર્ચામાં યોગ્ય જ છે. બંને પક્ષકારની મુખ્ય દલીલે અને તેનું તાત્પર્ય
ઉત્પત્તિઃ ઉપત્તિના વિષયમાં સ્વતઃવાદીનું મુખ્ય મંતવ્ય એ છે કે જ્ઞાન જે સામગ્રી (કારણસમૂહ) થી ઉત્પન્ન થાય છે, તે જ સામગ્રીથી જ્ઞાનમાં સત્યતા પણ આવે છે, અર્થાત્ જ્ઞાનની સત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત, અન્ય કોઈ પણ કારણની અપેક્ષા નથી. આથી ઊલટું, જ્ઞાનની અસત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કારણની અપેક્ષા રહે છે. તે અન્ય કારણું દેષરૂપ સમજવું. જેમ અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત દોષની અપેક્ષા રાખે છે, તેમ પ્રામાણ કઈ અધિક કારણની અપેક્ષા નથી રાખતું. તેથી જ જ્યારે જ્ઞાનપાદક સામગ્રીમાં દોષો ન હોય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થવા સાથે જ પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તે સ્વતઃ ઉત્પન્ન કહેવાવું જોઈએ.
ઉત્પત્તિમાં પરત વાદીનું કહેવું એમ છે કે જેવી રીતે અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં દેષરૂપ અધિક કારણની અપેક્ષા રાખે છે, તેવી રીતે પ્રામાણ્ય પણ અધિક કારણની અપેક્ષા રાખે જ છે; આ કારણ તે ગુણરૂપ છે. જેમ જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય તો તજજન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય ન આવી શકે, તેમ તેવી સામગ્રીમાં ગુણ ન હોય તે તજજન્ય જ્ઞાનમાં પ્રામાણ્ય પણ ન આવી શકે. દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે જે ભાવરૂપ પદાર્થ હેઈ કારણકટિમાં ગણું શકાય તે ગુણ પણ કારણકટિમાં ગણવા
ગ્ય છે. ગુણને માત્ર દેષને અભાવ કહીને તેનું નિરાકરણ કરવું યોગ્ય નથી; કારણ કે, તેમ કરીએ તે તેથી ઊલટું એમ પણ કહી શકાય કે દેવ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે પણ અભાવરૂપ કેમ ન હોય ? તેથી એમ જ માનવું યોગ્ય છે કે ગુણ અને દેષ બંને સ્વતંત્ર છે, અને તેથી જ જે. સામગ્રી સાથે ગુણ હોય તે પ્રામાણ્ય અને દોષ હોય તે અપ્રામાણ્ય આવે છે. માટે જેમ અપ્રામાણ્ય ઉત્પત્તિમાં પરતઃ તેમ પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં. પરતઃ મનાવું જોઈએ.
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦૩૮ ]
દર્શન અને ચિંતન મીમાંસકો દેશને ભાવરૂપ માની તાવિક માને છે અને તેથી તેની કારણ કાટિમાં ગણના કરે છે, પણ ગુણને તેઓ તાવિક કે ભાવરૂપ ન માનતાં માત્ર દેષાભાવરૂપ માને છે અને સાથે જ અભાવને તુચ્છરૂપ માની તેની કારણકેટિમાં ગણના કરતા નથી; જ્યારે યાયિક વગેરે પરત વાદીઓ ગુણને પણ દેષની પેઠે જ તાવિક માની કારણકટિમાં લે છે. તેઓ કહે છે કે જેમ સુખ-દુઃખ એ બંને એકબીજાથી સ્વતંત્ર છે, નહિ કે એકબીજાના અભાવરૂપે—–જેકે એકના સદ્ભાવમાં બીજાને અભાવ હોય છે, પણ તેથી તે બંને કાંઈ માત્ર અભાવરૂપ જ નથી–તેવી રીતે દેષ અને ગુણના સંબંધમાં પણ સમજવું જોઈએ. મીમાંસક મતનું તાત્પર્ય એ છે કે દેષ એ માત્ર આગન્તુક છે, જે તે ન હોય તે સામગ્રીથી ઉત્પન્ન થતું જ્ઞાન સહજ રીતે જ શુદ્ધ જન્મે. જ્યારે નયાયિક વગેરેના મતનું તાત્પર્ય એ છે કે દેશની પેઠે ગુણ પણુ આગંતુક છે અને તેથી તે સામગ્રીમાં હોય તે જ પ્રામાણ્ય જન્મે. જ્ઞાન "ઉત્પન્ન થતી વખતે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય એ બને રૂપથી શૂન્ય હોતું નથી; કાં તે તે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે અને કાં તે તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે. હવે જે અપ્રામાણ્યયુકત ઉત્પન્ન થાય ત્યારે અપ્રામાણ્યને દોષાધીન માની પરત માનીએ તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે પ્રામાણ્ય ગુણાધીન માની શા માટે પરત ન માનવું ? મીમાંસકો માત્ર એટલું જ કહે છે કે પ્રામાય એ જ્ઞાનનું સાહજિક રૂપ છે. જ્યારે જ્ઞાન જન્મે છે ત્યારે તેમાં પ્રામાણ્ય સ્વતસિહ હોય છે. માત્ર અપ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ નથી; તેથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશને લઈ તેમાં અપ્રામાણ્ય દાખલ થાય છે.
જ્ઞતિઃ પ્તિમાં વિવાદીઓનું કહેવું છે કે જ્યારે જ્ઞાન ભાસિત થાય છે ત્યારે તેનું પ્રામાણ્ય પણ સાથે જ ભાસિત થઈ જાય છે. જ્ઞાન અને તેના પ્રામાણ્ય ભાસ ભિન્ન ભિન્ન બુદ્ધિમાં થતું નથી, તેમ માનવું જોઈએ.
જે ભિન્ન ભિન્ન બુદ્ધિથી ભાસ માનવામાં આવે તો અનવસ્થા થાય. તે એવી રીતે કે કઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વિદિત પણ થયું; છતાં તેનું પ્રામાણ્ય તે બીજા સંવાદક જ્ઞાનથી કે અર્થ ક્રિયાજ્ઞાનથી માનવું પડે. હવે જે જ્ઞાનને પ્રામાણ્યગ્રાહક માનીએ તે પણ જે સત્યરૂપે નિશ્ચિત ન થયું હેય તે પૂર્વજ્ઞાનનું પ્રામાણ્ય શી રીતે નિશ્ચિત કરી શકે? જે પિતે જ અનિશ્ચિત હોય તે બીજાને નિશ્ચય ન કરી શકે. આથી પ્રામાણ્યગ્રાહકરૂપે માની લીધેલા - બીજા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ત્રીજું જ્ઞાન અને તેનું પ્રામાય નિશ્ચિત
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?
[૧૩r
કરવા ચેાથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવુ યોગ્ય છે કે કાઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનુ પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે.
આ વિષયમાં પરતઃવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરાગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરાગ્રાહ્ય માનવું જોઈ એ કાઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હાય તે તેનું અયથાવ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તા વિસ ંવાદ થવાયી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાત્વ માલૂમ પડે છે. તેવી રીતે યથાંત્વના સંબંધમાં પણ માનવું જોઈ એ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાત્વ સવાદ અગર પ્રવૃત્તિસાફલ્યથી જણાવાનું. આમ માનતાં અનવસ્થા થવાના ભય રાખવાનું કારણ નથી, કારણુ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી એત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લખાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્ય નષયમાં જ બની રહે એમ અનતુ' નથી. ખીજી વાત એ છે કે જો પ્રામાણ્યને જ્ઞાનના નિય સાથે જ નિીત માની લેવામાં આવે તે જે વિષયને વારવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સહુ થાય છે તે સ ંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિીત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાણ્યની પેઠે પરાજ્ઞેય માનવું ચેાગ્ય છે.
સ્વતઃવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરકે છે. તેથી તે કહે છે કે પરતઃ–પક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જો પરતઃવાદીને કાઇ પણ જ્ઞાન સ્વનિીત માનવું પડે તે પછી તે જ રીતે પ્રથમનાં બધાં જ્ઞાનાનું પ્રામાણ્ય સ્વનેય શા માટે ન માનવું? સ્વતઃવાદીને પક્ષ અભ્યાસાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાના અહુ પરિચય હાય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રમાણ્ય માટે કાઈ તે કદી સંદેહ થતા નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિીત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તે એક જ પ્રકારનું હાય તે! તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળેાનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ ભાની લેવા ધટે છે. આથી ઊલટુ', પરતઃવાદીના
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦૪૦ ]
દર્શન અને ચિંતન
પક્ષ ચિત્તવ્યાપારના અનુભવ ઉપર અવલખેલા છે. તે કહે છે કે દરેક જ્ઞાનના પ્રામાણ્યમાં કઈ સદેહ થતા નથી. જ્યાં સદેહ ન થાય ત્યાં સ્વગ્રાહ્ય છે જ, તેથી અનવસ્થાને અવકાશ નથી; પણ એક જગ્યાએ સદેહ ન થવાથી. સ્વતામ્રાજ્ઞ માનીએ એટલે તે પ્રમાણે જ્યાં સસ્નેહ થતો હોય ત્યાં પણ વતા ગ્રાહ્ય માની લેવું એ અનુભવવિરુદ્ધ છે. જે વિષય જાણવાના બહુ પરિચય નથી હાતા તેનું જ્ઞાન થતાંવેંત તેના પ્રામાણ્યની બાબતમાં જરૂર સંદેહ થાય છે. તેથી માનવું જોઈ એ કે તેવા સ્થળમાં પ્રામાણ્ય સ્વાગ્રા; નથી.
જ્ઞાન ઃ આ વિષયની ચર્ચાનેા વિકાસ થતાં સ્વતઃ--પરતઃની ચર્ચા પ્રામાણ્ય માંથી આગળ વધી કેવલજ્ઞાનમાં ઊતરી. સ્વતઃવાદીઓમાં ત્રણ પક્ષ પડવા. એક એમ માનતા કે જ્ઞાન સ્વપ્રકારા હાઈ પેાતે જ પોતાને જાણે છે. આ પક્ષ ગુરુ ( પ્રભાકર ) તે છે. બીજો પક્ષ ભટ્ટ (કુમારેિલ )ના છે. તે એમ માનવે કે જ્ઞાન સ્વપ્રકાશ તા નથી, પણ પરપ્રકાશ્ય એટલે અન્ય જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરવાયાગ્ય પણ નથી, માત્ર પરાક્ષ હાઈ અનુમતિ દ્વારા જાણી શકાય છે. ત્રીજો પક્ષ મુરારિ મિશ્રને છે. તે નૈયાયિકાની પેઠે એમ માનતો કે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, પણ તે સ્વપ્રકાશ નથી. પશ્ચાદ્શાવી અનુવ્યવસાયજ્ઞાન દ્વારા પૂર્વ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે,
આ ત્રણે પક્ષો જોકે દાનના સ્વરૂપમાં એકમત નથી, છતાં તે મીમાંસક હાઈ સ્વતઃપ્રામાણ્ય પક્ષને વળગી રહી પોતપોતાની જ્ઞાનસ્વરૂપતી કલ્પનામાં પણ સ્વતઃપ્રામાણને ઘટાવી લે છે; અને તેથી એમ કહેવું જોઈ એ કે આ ત્રણ પક્ષ પ્રમાણે જ્ઞાન યા તે સ્વારા ગૃહીત થાય યા અનુમિતિ દ્વારા યા અનુવ્યવસાય દ્વારા, પણ જ્યારે તે જ્ઞાન ગૃહીત થાય ત્યારે તેનું પ્રામાણ્ય પણ તેની સાથે જ ગૃહીત થઈ જાય છે.
કા : કાર્યના વિષયમાં બન્ને પક્ષને આશય જણાવ્યા પહેલાં પ્રામાણ્ય અને તેનું કાર્યાં એ બે વચ્ચે શું અન્તર છે તે જાણવું જોઈએ. પ્રામાણ્ય એટલે વિષયને વાસ્તવિક રૂપમાં ગ્રહણ કરવાની જ્ઞાનની શક્તિ, અને કા એટલે એ શક્તિ દ્વારા પ્રકટતા વિષયનો યથા ભાસ. આ કાર્યને ઘણીવાર પ્રમાણનું કાર્ય પણ કહેવામાં આવે છે. કાર્યના વિષયમાં સ્વતઃવાદી કહે છે કે પોતાની સામગ્રી ઉપરથી પ્રમાણુ ઉત્પન્ન થયું કે લાગલું જ કાઈની આપેક્ષા રાખ્યા સિવાય તે પેાતાનું પૂર્વોક્ત કાય કરે છે. આમ માનવામાં તેઓ એવી ન્સીલ આપે છે કે જો પોતાનુ કાર્ય કરવામાં પ્રમાણુને કારણગુણાનું જ્ઞાન અગર સવાતી અપેક્ષા રાખવી પડે તે જરૂર અનવસ્થા થઈ જાય.
ત્યારે
Page #10
--------------------------------------------------------------------------
________________ મામાલ્ય સ્વતા કે પરતઃ ? [ 1041 પરતકવાદી કહે છે કે પ્રમાણ પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાને જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થયિાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હોઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્ણત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પિતાનું કાર્ય કરવામાં અર્થયિાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્થવિજ્ઞાનને પણ પિતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એ એકાંત નથી. ખાસ મુ તે એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિક્તાને ઉમેરે થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કેઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણ એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરત માનવું ઘટે. આ બન્ને પક્ષની માન્યતાને આધાર જ્ઞપ્તિની પેઠે છે, એટલે કે સ્વતઃપક્ષની મતિ એક કોઈ સાર્વત્રિક નિવમ બિવા તરફ છે તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃ કાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનભાવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જે અનુભવ થાય ત્યાં તેવું માની લે છે. –-કાન્તમાલા, 1924,