________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતા?
[ ૧૦૨ જ થયો. ન્યાય અને વૈશેષિક દર્શને તર્કપ્રધાન હોઈ બુદ્ધિગમ્ય તર્કને વિરોધ નજ કરી શકે, તેથી તેઓએ પરતઃ પ્રામાણ્ય પક્ષ સ્વીકાર્યો, પણ તેમ છતાંયે ઈશ્વરને વચ્ચે લાવી વેદનું પ્રામાણ્ય સાચવ્યું. સાંખ્ય અને યોગ, એ આખા વિષયમાં બહુધા ન્યાય અને વૈશેષિકને અનુસરતા હોવાથી તેઓને તેથી જુદા પાડી શકાતા નથી. આ રીતે દરેક દર્શનનો પક્ષ-ભેદ, પોતાના સાધ્ય. પ્રમાણે, રવતઃ–પરની ચર્ચામાં યોગ્ય જ છે. બંને પક્ષકારની મુખ્ય દલીલે અને તેનું તાત્પર્ય
ઉત્પત્તિઃ ઉપત્તિના વિષયમાં સ્વતઃવાદીનું મુખ્ય મંતવ્ય એ છે કે જ્ઞાન જે સામગ્રી (કારણસમૂહ) થી ઉત્પન્ન થાય છે, તે જ સામગ્રીથી જ્ઞાનમાં સત્યતા પણ આવે છે, અર્થાત્ જ્ઞાનની સત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત, અન્ય કોઈ પણ કારણની અપેક્ષા નથી. આથી ઊલટું, જ્ઞાનની અસત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કારણની અપેક્ષા રહે છે. તે અન્ય કારણું દેષરૂપ સમજવું. જેમ અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત દોષની અપેક્ષા રાખે છે, તેમ પ્રામાણ કઈ અધિક કારણની અપેક્ષા નથી રાખતું. તેથી જ જ્યારે જ્ઞાનપાદક સામગ્રીમાં દોષો ન હોય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થવા સાથે જ પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તે સ્વતઃ ઉત્પન્ન કહેવાવું જોઈએ.
ઉત્પત્તિમાં પરત વાદીનું કહેવું એમ છે કે જેવી રીતે અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં દેષરૂપ અધિક કારણની અપેક્ષા રાખે છે, તેવી રીતે પ્રામાણ્ય પણ અધિક કારણની અપેક્ષા રાખે જ છે; આ કારણ તે ગુણરૂપ છે. જેમ જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય તો તજજન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય ન આવી શકે, તેમ તેવી સામગ્રીમાં ગુણ ન હોય તે તજજન્ય જ્ઞાનમાં પ્રામાણ્ય પણ ન આવી શકે. દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે જે ભાવરૂપ પદાર્થ હેઈ કારણકટિમાં ગણું શકાય તે ગુણ પણ કારણકટિમાં ગણવા
ગ્ય છે. ગુણને માત્ર દેષને અભાવ કહીને તેનું નિરાકરણ કરવું યોગ્ય નથી; કારણ કે, તેમ કરીએ તે તેથી ઊલટું એમ પણ કહી શકાય કે દેવ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે પણ અભાવરૂપ કેમ ન હોય ? તેથી એમ જ માનવું યોગ્ય છે કે ગુણ અને દેષ બંને સ્વતંત્ર છે, અને તેથી જ જે. સામગ્રી સાથે ગુણ હોય તે પ્રામાણ્ય અને દોષ હોય તે અપ્રામાણ્ય આવે છે. માટે જેમ અપ્રામાણ્ય ઉત્પત્તિમાં પરતઃ તેમ પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં. પરતઃ મનાવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org