Book Title: Pramanya Swata ke Parat Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૧૦૩૮ ] દર્શન અને ચિંતન મીમાંસકો દેશને ભાવરૂપ માની તાવિક માને છે અને તેથી તેની કારણ કાટિમાં ગણના કરે છે, પણ ગુણને તેઓ તાવિક કે ભાવરૂપ ન માનતાં માત્ર દેષાભાવરૂપ માને છે અને સાથે જ અભાવને તુચ્છરૂપ માની તેની કારણકેટિમાં ગણના કરતા નથી; જ્યારે યાયિક વગેરે પરત વાદીઓ ગુણને પણ દેષની પેઠે જ તાવિક માની કારણકટિમાં લે છે. તેઓ કહે છે કે જેમ સુખ-દુઃખ એ બંને એકબીજાથી સ્વતંત્ર છે, નહિ કે એકબીજાના અભાવરૂપે—–જેકે એકના સદ્ભાવમાં બીજાને અભાવ હોય છે, પણ તેથી તે બંને કાંઈ માત્ર અભાવરૂપ જ નથી–તેવી રીતે દેષ અને ગુણના સંબંધમાં પણ સમજવું જોઈએ. મીમાંસક મતનું તાત્પર્ય એ છે કે દેષ એ માત્ર આગન્તુક છે, જે તે ન હોય તે સામગ્રીથી ઉત્પન્ન થતું જ્ઞાન સહજ રીતે જ શુદ્ધ જન્મે. જ્યારે નયાયિક વગેરેના મતનું તાત્પર્ય એ છે કે દેશની પેઠે ગુણ પણુ આગંતુક છે અને તેથી તે સામગ્રીમાં હોય તે જ પ્રામાણ્ય જન્મે. જ્ઞાન "ઉત્પન્ન થતી વખતે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય એ બને રૂપથી શૂન્ય હોતું નથી; કાં તે તે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે અને કાં તે તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે. હવે જે અપ્રામાણ્યયુકત ઉત્પન્ન થાય ત્યારે અપ્રામાણ્યને દોષાધીન માની પરત માનીએ તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે પ્રામાણ્ય ગુણાધીન માની શા માટે પરત ન માનવું ? મીમાંસકો માત્ર એટલું જ કહે છે કે પ્રામાય એ જ્ઞાનનું સાહજિક રૂપ છે. જ્યારે જ્ઞાન જન્મે છે ત્યારે તેમાં પ્રામાણ્ય સ્વતસિહ હોય છે. માત્ર અપ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ નથી; તેથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશને લઈ તેમાં અપ્રામાણ્ય દાખલ થાય છે. જ્ઞતિઃ પ્તિમાં વિવાદીઓનું કહેવું છે કે જ્યારે જ્ઞાન ભાસિત થાય છે ત્યારે તેનું પ્રામાણ્ય પણ સાથે જ ભાસિત થઈ જાય છે. જ્ઞાન અને તેના પ્રામાણ્ય ભાસ ભિન્ન ભિન્ન બુદ્ધિમાં થતું નથી, તેમ માનવું જોઈએ. જે ભિન્ન ભિન્ન બુદ્ધિથી ભાસ માનવામાં આવે તો અનવસ્થા થાય. તે એવી રીતે કે કઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વિદિત પણ થયું; છતાં તેનું પ્રામાણ્ય તે બીજા સંવાદક જ્ઞાનથી કે અર્થ ક્રિયાજ્ઞાનથી માનવું પડે. હવે જે જ્ઞાનને પ્રામાણ્યગ્રાહક માનીએ તે પણ જે સત્યરૂપે નિશ્ચિત ન થયું હેય તે પૂર્વજ્ઞાનનું પ્રામાણ્ય શી રીતે નિશ્ચિત કરી શકે? જે પિતે જ અનિશ્ચિત હોય તે બીજાને નિશ્ચય ન કરી શકે. આથી પ્રામાણ્યગ્રાહકરૂપે માની લીધેલા - બીજા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ત્રીજું જ્ઞાન અને તેનું પ્રામાય નિશ્ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10