Book Title: Pramanya Swata ke Parat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦૩૧] દર્શન અને ચિંતન જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકાના ગ્રન્થાના આધાર લીધા છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્યાને કેટલા વધારે રસ લેતા તે જણુાઈ આવે છે. દાનિશાર્માણુ વાચસ્પતિ મિશ્રની સર્વ - ગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાય ઉયન અને નવીનન્યાયના સૂત્રધાર ગગેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાયા. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાન વાદિદેવસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ--પરતઃના સાહિત્યનું એક માટુ મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યા, અને જૈન તાર્કિક યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પોતાની ટીકામાં આ સાહિત્યમદિરને પ્રામાણિક ઉપયોગ કર્યાં. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેના વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરગ્વિજયમાંથી મંડનમિશ્રનુ ઘર પૂછતાં એક ખાઈએ શંકરસ્વામીને આપેલા ઉત્તર ટાંકવા ખસ થશે : स्वतः प्रमाणं परतः प्रमाणं कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितः ॥ ... ', સ્વતઃ-પરતના દાર્શનિક પક્ષનુ' વર્ગીકરણ સ્વતઃ પ્રામાણ્ય માનનાર વર્ગીમાં ફક્ત બે જ દર્શને આવે છેઃ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પરતઃ પ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને ઔડ્ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્દી ને આવી જાય છે ઃ ન્યાય, વૈશેષિક, સાંખ્યુ અને ચેગ. ઉપપત્તિ . દ વેદ ઉપર થતા આક્ષેપનુ સમાધાન અને શ્રુતિની પૂર્વાપર સંગતિ કરવાનું' બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શીને લીધે, તેથી તેણે સ્વતઃ પ્રમાણુની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શીનની સ્વતઃ પ્રમાણની કલ્પનાને ચર્ચો કર્યો સિવાય માની લે તે સ્વાભાવિક જ છે. વેદના પ્રામાણ્યમાં વાંધા લેનાર જૈન અને ખૌઢ દર્શનને પરતઃ પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજૂ કર્યો સિવાય ન ચાલે. તેથી તેઓને તે પક્ષ પણ સહેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10