________________ મામાલ્ય સ્વતા કે પરતઃ ? [ 1041 પરતકવાદી કહે છે કે પ્રમાણ પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાને જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થયિાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હોઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્ણત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પિતાનું કાર્ય કરવામાં અર્થયિાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્થવિજ્ઞાનને પણ પિતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એ એકાંત નથી. ખાસ મુ તે એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિક્તાને ઉમેરે થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કેઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણ એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરત માનવું ઘટે. આ બન્ને પક્ષની માન્યતાને આધાર જ્ઞપ્તિની પેઠે છે, એટલે કે સ્વતઃપક્ષની મતિ એક કોઈ સાર્વત્રિક નિવમ બિવા તરફ છે તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃ કાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનભાવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જે અનુભવ થાય ત્યાં તેવું માની લે છે. –-કાન્તમાલા, 1924, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org