Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય ભુકૃપાથી અને સંત “પુનિતની આશિષથી, પ્રકાશન પ્રવૃત્તિને વ્યવસ્થિત ધોરણે હાથ ધરવાનું અમે નકકી કર્યું છે. સસ્તી કિંમતે, ઉપયોગી સાહિત્ય જનતાને પીરસવાને અમારે. પુનિત સંકલ્પ છે. સાહિત્યની સુરુચિ ને સમજ ધરાવતા, ખાડિયા, ચાર રસ્તા, અમદાવાદના ટાઈટસના વેપારી, જાણીતાં નાગરિક મે ઓચ્છવલાલ ગેરધનદાસ શાહ તરફથી તેમના નામની ગ્રન્થમાળા શરૂ કરવાની શરતે, અમને રૂા. ૫૦૦-૧૦૦ ની ૨કમ મળી છે. પિતાની સદ્ભાવનાને વેગ આપવા માટે, આવું સ્તુત્ય પગલું ભરવા બદલ તેઓ સૌના અભિનંદનના અધિકારી છે. તેમની આ ભાવના પ્રમાણે, આ ગ્રંથમાળાના આશ્રયે, પ્રેરક પ્રસંગે, જીવનચરિત્ર, સુર્વચને, નિબંધ, સંસઠા૨કથાઓ, સાંસ્કૃતિક સાહિત્ય, તીર્થસ્થળને પરિચય, લોકસાહિત્ય, ભક્તિગીત-સૅત્રો, માનસશાસ્ત્રીય સાહિત્ય તથા સામાજિક સાહિત્ય અંગેનાં પ્રકાશનો એક–પછી-એક યથાવકાશે પ્રગટ થતાં રહેશે. સદાચારી સમાજનિર્માણમાં સહાયભૂત થનારું અને ચારિત્ર્યચણ તરમાં સાથીદાર બનતું હરકોઈ સાહિત્ય આ.નિમિત્તે પ્રસિદ્ધ થતુ રહેશે. દર વર્ષે, આશરે ૧૬૦ પાનાંનું એક નવું પુસ્તક પ્રગટ થશે. અનિવાર્ય સંજોગાવશાત્ તેમ નહિ અને તે બીજે વર્ષ બે પુસ્તક પ્રગટ થશે. આ ગ્રંથંમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં “દક્ષિણનાં તી, હરિના લાડીલા” અને “ઈતિહાસનાં અજવાળાં' ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. આજે ચોથા પ્રકાશન તરીકે પ્રકાશની કેડી” જનતા જનાર્દનને ચરણે સાદર ધરીએ છીએ. સંસ્થા પ્રત્યેના મમત્વથી પ્રેરાઈને મુનશ્રી ચન્દ્રપ્રભસાગરજી ‘ચિત્રભાનું એ આ પુસ્તકની બધી આવૃત્તિઓ પ્રકટ કરવાની જે અનુમતિ પુનિત પ્રકાશન મંદિરને આપી છે, એને માટે એમના આભારી છીએ. ૧-૭-૬૬ ચંદુલાલ શકરાલાલ પ્રજાપતિ - અમદાવાદ માનાર્હ સંપાદક-વ્યવસ્થાપક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 172