Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 7
________________ નવ દ્વારાવડે પર પરિસદ્ધનું સ્વરૂપ કહેવામાં આવ્યુ છે. આ દરેક દ્વાર સમજવા માટે ૧૫ પેટાદ્વાર કહ્યા છે. તેમાં પણ અમુક સ્થાને સિદ્ધ થવાના સંબંધમાં ક્ષેત્રદ્વારમાં ધણા વિસ્તાર કર્યાં છે. એકંદર સિદ્ધના સંબંધની અનેક હકીકતાના આ પ્રકરણમાં સમાવેશ કર્યો છે. ૯ નવમું પંચનિગ્રંથી પ્રકરણ શ્રીઅભયદેવસૂરિવિરચિત આપ્યું છે. તે શ્રીભગવતીસૂત્રના પચવીશમા શતકમાંથી ઉદ્ધરેલું છે. તેની ગાથાઓ ૧૦૬ છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ ( પ્રતિસેવા તે કષાય ), નિગ્રંથ અને સ્નાતક એ પાંચે પ્રકારના નિથા ઉપર પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિક`, યાગ, ઉપયાગ, કષાય, લેફ્સા, પરિણામ, બધ, વેદન, ઉદીરણા, ઉપÁપ્પજહન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ, અંતર, સમુદ્ધાત, ક્ષેત્ર, સ્પર્શીના, ભાવ, પરિમાણ, તે અલ્પબહુત્વ–એ ૩૬ દ્વારા ઉતાર્યા છે. તેમાં પ્રથમ દ્વારમાં ને ખીજા પણ કેટલાક દ્વારામાં તે બહુ વિસ્તારથી વિવેચન કર્યુ છે. આ પ્રકરણ ઘણા મેધ આપે તેવુ છે. ૧૦ દશમું શ્રી પૂર્વાચાર્ય'પ્રણીત નિશાદશિકા પ્રકરણ આપેલું છે. તે શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકમાંથી ઉદ્ભરેલુ છે. ગાથા ૩૬ છે. એમાં નિગેાનું સ્વરૂપ બહુ ખારીકીથી બતાવ્યું છે. ખાસ સૂક્ષ્મ બધ આપે તેવુ' છે. ગુજરાતી ભાષામાં અર્થ આપેલ છે છતાં ગુરુગમથી જ વાંચવા લાયક છે. પ્રાયે ખીજા બધા પ્રકરણા કરતાં આ પ્રકરણ વિશેષ કઠિન છે. અર્ધું લખવામાં બનતા પ્રયાસ કર્યાં છે છતાં સંતાષકારક લખાયા છે એમ ચેાસ કરી શકાતું નથી. ૧૧ અગ્યારમુ શ્રીસમવસરણ પ્રકરણ અથવા સ્તવ પૂર્વાચાર્ય પ્રણીત આપેલુ છે. ગાથા ૨૪ છે. આ પ્રકરણના વિષય ઘણા પરિચિત છે, છતાં તેના અર્થ લખતાં કેટલાક જરૂરી ખુલાસા બતાવવામાં આવેલ છે. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેના મહિમા તરીકે ચારે નિકાયના દેવા તરફથી મળીને કરાતી આ અપૂર્વ કૃતિ છે. ૧૨ બારમું ક્ષમાકુલક ૨૫ ગાથા પ્રમાણુ પૂર્વાચા'વિરચિત આપવામાં આવ્યું છે. તેની અંદર ક્રોધ કષાયના ત્યાગ માટે ઘણા સચેાટ અને અસરકારક ઉપદેશ આપેલા છે. જો લક્ષપૂર્વક વાંચવામાં આવે તે જરૂર તે પ્રાણીને ક્રોધષાય મદ પડે તેમ છે. ખીજા તેની કુલકામાં આ કુલક શ્રેષ્ઠતા ધરાવે છે. ૧૩ તેરમું ઇંદ્રિયવિકારનિરોધ કુલક માત્ર નવ ગાથાનુ જ આપેલું છે. તેમાં પાંચે ઇંદ્રિયાના વિષયેાથી—તેમાં આસક્ત થવાથી પ્રાણને નાશ મેળવનારા જીવાની હકીકત આપી છે. ઉપરાંત ચારે કષાયના નિરોધ માટે પણ સારા ઉપદેશ આપ્યા છે. કુલક નાનું છતાં અભ્યાસ કરવા યેાગ્ય છે. તેની છેલ્લી ગાથા રહસ્યપૂર્ણ છે— जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ।। ९ ।।

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 312