________________
વ્યાખ્યાનની મુદ્દા શું ?
એમાં મુહપત્તિનો ઉપયોગ આવશ્યક છે કે નહિં?
ભગવાન તીર્થંકરદેવો યોગ મુદ્દાએ દેશના આપે છે, ભગવાનની જેમ તે મુદ્દા સાચવવી બીજા માટે શક્ય નથી, પણ બહુ ઊંચાનીચા થયા વગર હાથઉંચાનીચા ઉછાળ્યા વગર સ્થિતપ્રજ્ઞની જેમ મટ્ટપત્તિ-મુખ આગળ રાખી. દેશના આપવી જોઈએ. જેઓ આ વસ્તુને બરાબર સાચવી શકતા નથી તેઓ કંઈને કંઈ પ્રમાદ દોષના ભાગીદાર થાય ४ છે. વ્યાખ્યાનમાં મુખ આગળ મુટ્ટપત્તિનો ઉપયોગ આવશ્યક છે જ તેમાં જેટલું આપાછું અમારાથી થાય છે, તેટલું પ્રમાદ જન્ય પાપ જરૂર બંધાય છે. પણ કુટેવ પડેલી ઝટ છુટતી ન હોવાથી આ દોષ સેવાઈ જાય છે તે ન સેવાય તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ.
(કલ્યાણ, સપ્ટેમ્બર ૮૪, પૃ. ૮૫૨)