Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 11
________________ મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ “સમાધિશતક'માં ભીતરના ઘરમાં જવાની વિધિ બતાવે છે : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ.” શુભની તળેટી અને શુદ્ધનું શિખર. સાધક પાસે છે દ્વન્દ્રઃ શુભ અને શુદ્ધનું. યા તો એ શુભ ભાવનામાં હોય, યા શુદ્ધમાં-સ્વગુણાનુભૂતિમાં. એ માટે પહેલું ચરણ : “આતમજ્ઞાને મન ધરે.' આત્મજ્ઞાનમાં - આત્મગુણોમાં - પ્રભુગુણોમાં મનને જોડવું. બીજું ચરણ : “વચન-કાયરતિ છોડ.” વચનરતિ અને કાયરતિ છૂટી જાય. હા, વચનાન અને કાયાનન્દ રહી શકે. કાયાનન્દ. પૂજ્ય રામવિજય મહારાજ યાદ આવે : “સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત....' લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધીની સુખાનુભૂતિ... પ્રભુની કથા સાંભળતાં. કેવો આ ભગવન્મેમ ! કાયાના સ્તર પરનો આનન્દ. મધુરાધિપતેરખિલં મધુરમની અનુભૂતિ અહીં થાય છે. પરમાત્માનું બધું જ મધુર, મધુર ભક્તને લાગે છે. रूपं मधुरम्, वदनं मधुरम्, વવાં મધુરમ્ વતનું પુર.... માધુર્યના અધિપતિનું બધું જ મધુર ! મન-ધૈર્ય, વચનાનન્દ, કાયાનન્દ. મન, વચન, કાયા પ્રભુને સમર્પિત થાય. વિચારોનાં તાણાવાણાં પ્રભુને સ્પર્શતાં હોય અને વચન પણ એના સન્દર્ભમાં જ જતું હોય અને કાયાના સ્તર પર પણ ભક્તિનો જ રંગ હોય. પ્રગટ્યો પૂરન રાગ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 150