Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 10
________________ હોવાપણું. પોતાની ભીતર, આનન્દપૂર્ણ રીતે રહેવાપણું. ‘ચિદાનન્દઘન ખેલહી, નિજપદ તો નિજ માંહિ.” ચિત્ (જ્ઞાન) અને આનન્દથી ભરપૂર ચૈતન્ય તો પોતાની ભીતર જ ખેલશે. ઉપનિષો પ્યારો શબ્દ યાદ આવે : “નાત્મક્કીટ:'. છાન્દોગ્ય ઉપનિષદે પોતાના સામ્રાજ્યને હાથવગું કરવા જે ત્રણ ચરણો આપ્યાં; તેમાં માત્મી: વચલું ચરણ છે. સૂત્ર આ રીતે આવ્યું છે : “બાત્મતિઃ માત્મશ્રી: માત્માનન્દ સ્વરા, આત્મભાવમાં રતિ, આત્મભાવમાં ક્રીડા અને આત્મભાવમાં આનન્દ : પોતાનું સામ્રાજ્ય પોતાના હાથમાં. રતિ, ક્રીડા કે આનન્દ; તમારી ભીતર જ તમારે ઠરવાનું છે. અહીં કંઈ જ કરવાનું નથી, હોવાનું છે. “નિજપદ તો નિજ માંહિ.” નરસિંહ મહેતાની અભિવ્યક્તિ હૃદયંગમ છે : “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” પરનું કર્તાપણું છૂટું, સ્વમાં હોવાપણું મળ્યું. એક ડૂબકી પોતાની ભીતર. અને આ શો ચમત્કાર ! આત્મભાવ સત્ય, પરભાવ મિથ્યા; આ સૂત્ર અનુભૂતિના સ્તરે ઊગે છે. “આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ.” સાધક પૂછશે : શરૂઆત ક્યાંથી કરવી ? “નિજપદ તો નિજ માંહિ', બરોબર; પણ પોતાના એ ઘરમાં જવું શી રીતે ? સદ્ગુરુ માર્ગ ચીંધશે. સંત રવિદાસજી કહે છે : “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર....” એ ઘરની ભાળ મળી ગઈ, પછી..? પછી કાયાના ઘરમાં રહેવાનું થશે, પણ સાક્ષીરૂપે. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ ! કાયાદિકનો હો સાખીધર રહ્યો.” પ્રગટ્યો પૂરન રાગ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 150