Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 9
________________ સ્તવનાની પૃષ્ઠભૂ - યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ “સમાધિશતક' ગ્રન્થની એક મનભાવન કડી યાદ આવે : પર-પદ આતમ દ્રવ્યકું, કહન સુનન કછુ નાંહિ; ચિદાનન્દઘન ખેલહી, નિજ-પદ તો નિજ માંહિ. આત્માને - ચૈતન્ય તત્ત્વને તમે શબ્દોમાં શી રીતે મૂકી શકો? હા, તમે એને અનુભવી શકો. કેવી હોય છે એ અવસ્થા, જ્યાં માત્ર હોવાપણું એના પૂર્ણ વૈભવમાં પ્રગટેલું હોય છે ! કવિ રાજેન્દ્ર શુક્લની કાવ્યપંક્તિઓ ગુનગુનાવવી ગમે : શબ્દનું પાકી જઈ ખરવું હવે; બોલવું ના, માત્ર મર્મરવું હવે... હોય છે તે હોય છે, બસ, હોય છે; ધારણાને કૈ જ ના ધરવું હવે.... રીત ખોટી કાં રકમ ખોટી હશે, મૂકને પડતું ગણ્યા કરવું હવે. શ્વાસની સાથે બધુંય સ્તબ્ધ છે, ક્યાંથી લાવું તુચ્છ તરવરવું હવે... ક્યાં જવું ક્યાં આવવું કાયમ કહો, હોઈએ એ ઠામ બસ કરવું હવે...

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 150