Book Title: Pathik 1998 Vol 38 Ank 05
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે પંચાયતોએ કલાવારસાની સાચવણીનું કાર્ય હાથ પર લેવું જોઈએ ને લોકોને ઊંડી સમજ આપવી જોઈએ, તેનો અભ્યાસમાં ઉપયોગ કરાવવો જોઈએ. કલાની જાળવણીથી આપણો વારસો તેમ ભવ્ય ભૂતકાળની સમજણ આપતી ફિલ્મો બતાવવી જોઈએ, તે માટેની જિજ્ઞાસા તીવ્ર થાય એમ કરવું જોઈએ. ગુજરાતની રાજધાની ભિન્નમાલમાં એલિફન્ટાની ગુફાઓના શિલ્પો જેવાં શિલ્પો-સાતમા સૈકાના શિલ્પો-કાંટાળી ઝાડીઓની વચ્ચે તળાવને કિનારે ખૂબ પડેલાં છે. તળાવને કિનારે પડેલા પથ્થરનાં શિલ્પોનો ઉપયોગ સામાન્ય રીતે લૂગડાં ધોવાના કામમાં કરવામાં આવતો હોય છે. આવી અણસમજણથી સારાં શિલ્પો ધોવાઈ જાય છે અને તૂટી જાય છે. નાનાં નાનાં ગામડાંમાં શાળાઓ હોય તેના શિક્ષકોએ, પંચાયતો હોય તો તેના સરપંચો વગેરેએ આવી શિલ્પસમૃદ્ધિને એકત્ર કરીને શાળાના આંગણામાં મુકાવવાં જોઈએ. શાળાના આંગણામાં કે ગામના ચોરામાં કે પંચાયતની ઑફિસમાં શિલ્પો રાખવામાં આવે તો તેમાં ખરચ થતું નથી, વસ્તુઓ સચવાય છે અને આવી રીતે કલાશિલ્પોની જાળવણી કરવામાં આવી હોય તો તેનુ સુંદર સંગ્રહસ્થાન બનાવી શકાય છે. આપણા ગુજરાત રાજ્યમાં રાજ્યનું કહીએ એવું એક પણ સંગ્રહસ્થાન રાજ્યની રાજધાનીમાં નથી. શિલ્પોની વાત થઈ તે પ્રમાણે પ્રાચીન ચિત્રો, હસ્તપત્રો, દસ્તાવેજો, ધાતુપ્રતિમા, ધાતુની પ્રાચીન ઇતર ચીજો, પકવેલી માટીનાં રમકડાં, પ્રાચીન ઇંટો, માટીનાં ચિત્રિત તથા રંગીન વાસણો, પ્રાચીન સમયનાં કાપડ કે વસ્ત્રો વગેરે ભારતના ઇતિહાસની,પુનર્રચનાનાં સાધનો તરીકે ઉપયોગી ગણાય છે. તેની જાણવણી યથાયોગ્ય કરવી જોઈએ અને તેને તેના યથાસ્થાને ગોઠવવી જોઈએ. આવી ચીજો અભ્યાસને માટે સુલભ બનાવવી જોઈએ. તેના ફોટા વગેરે પડાવવા જોઈએ જેથી ચીજો નાશ પામે તોપણ વસ્તુના ફોટા કે પ્રતિકૃતિ આપણી પાસે સચવાયેલ રહે છે અને અભ્યાસમાં અને ઇતિહાસની પુનઃરચના કે આપણા સાંસ્કૃતિક વારસાને સમજવામાં તે ઉપયોગી થાય છે. ઉપરાંત એના અનેક નમૂનાઓ પ્રતિકૃતિથી તૈયાર કરવામાં આવે, જેથી તેનો અભ્યાસ દૂર દૂરના દેશોમાં કરવાનો સુલભ થઈ શકે છે. એ રીતે જો ટૂંકમાં ગણાવીએ તો સો વર્ષ પહેલાંના અક્ષરોવાળા કોઈ શૂરવીરના સામાન્ય પાળિયાથી આરંભી પાંચ હજાર વર્ષ પહેલાંની સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર મોહેં-જો-દડોના ખોદકામમાંથી મળેલી નાની મોટી અનેક ચીજો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, જૂનાં મકાનો, જૂની મૂર્તિઓ, જૂના ગ્રંથો વગેરે અનેકાનેક જૂની ઐતિહાસિક મૂલ્યવાળી વસ્તુઓ સંગ્રહવી જોઈએ, તેની માર્ગદર્શિકા લખાવવી જોઈએ અને તેમાં સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આ બધી ચીજોમાંથી તૈયાર થતી ઐતિહાસિક માહિતી, દાદીમાની વાતો કે પરીઓની કથા કરતાં કાંઈક જુદી છે, જેની જાળવણી આપણી સંસ્કૃતિ સમજાવવા માટેનું ઉત્તમ સાધન છે. માટે આપણા સમૃદ્ધ કલાસંગ્રહની જાળવણી કરવી જોઈએ. પ્રાચીન કલાકારીગીરી, મૂર્તિઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે આપણી રાષ્ટ્રિય સંપત્તિ છે તેની જાણવણી એ આપણા દેશ પ્રત્યેની સૌ પ્રથમ ફરજ છે. ઠે. સદ્મ સોસાયટી, લિબર્ટી હૉટલના ખાંચામાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯ પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20