________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદદથી અમદાવાદમાં “સ્વદેશ ઉઘોરવર્ધક મંડળીની સ્થાપના કરી. તે જ પ્રમાણે સુરત, નવસારી, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, ભાવનગર, નડીયાદ અને રાજકોટ જેવાં નગરોમાં સ્વદેશી મંડળો અસ્તિત્વમાં આવ્યાં. સ્વદેશી આંદોલનમાં ગુજરાતીઓનું પ્રદાનઃ
સ્વદેશીનો મહિમા પ્રસારવા સ્વદેશી આંદોલનને સમયે અમદાવાદ, ભાવનગર, ભરૂચ, રાજકોટ, વડોદરા, ભૂજ અને સુરત જેવાં નગરોમાં અનેક કૃષિવિષયક અને ઔદ્યોગિક પ્રદર્શનો ભરાયાં. આ અગાઉ પણ અંબાલાલ સાકરલાલ દેસાઈ અને હરગોવિંદદાસ કાંટાવાળા જેવા ગુજરાતના નેતાઓએ સ્વદેશીના મહિમાને ઉત્તેજન આપ્યું હતું. ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત એ છે કે સ્વદેશી આંદોલન વખતે તેમણે મિલ માલિક તરીકેની ભૂમિકા અદા કરી, ઉદાહરણ તરીકે અંબાલાલ સાકરલાલે ૧૯૦૬માં નડિયાદમાં “સ્વદેશી મિલ'ની સ્થાપના કરી. તે જ પ્રમાણે ૧૯૦૫માં હરગોવિંદદાસે વડોદરાની મિલ ખરીદી લીધી અને તેનું સંચાલન કર્યું. ૧૮૮૨માં આ મિલ સ્થાપનાર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાચા રાષ્ટ્રભક્ત હતા અને તેમણે વડોદરાની પ્રજાને દષ્ટાંત આપવા જ મિલની સ્થાપના કરી હતી અને તે સમયે જાહેર પણ કર્યું હતું કે જ્યારે પણ કોઈએ આ મિલને ખાનગી ઉદ્યોગ તરીકે વિકસાવવી હશે ત્યારે રાજ તરફથી સસ્તા દરેક મિલનું વેચાણ કરવામાં આવશે. આમ સ્વદેશી આંદોલન વખતે હરગોવિંદદાસ કાંટાવાળાએ મિલ ખરીદી લીધી અને તેને વિકસાવી.
મિલ-ઉદ્યોગ ઉપરાંત સ્વદેશી આંદોલન વખતે ગુજરાતમાં ખાંડ, લવાસળી અને કાગળનાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં. આર્થિક રાષ્ટ્રવાદના પ્રતીકરૂપ બેન્ક ઓફ બરોડાની સ્થાપના પણ (૧૯૦૭) સ્વદેશી આંદોલનના સીધા પરિણામસ્વરૂપ હતી. આજે દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ બનેલ વડોદરાનું ‘એલેમ્બિક કેમિકલ વસ' (સ્થાપના : ૧૯૦૬) પણ આ જ પ્રકારની આર્થિક રાષ્ટ્રવાદની ભાવનામાંથી શરૂ થયું હતું. સમાપન :
સ્વદેશી આંદોલન વખતે જયારે દેશમાં ઉગ્ર રીતે રાજકીય હિલચાલો થઈ ત્યારે સ્વદેશીની ભાવનાને અનુરૂપ આર્થિક રાષ્ટ્રવાદ વ્યક્ત કરનાર જો કોઈ પ્રદેશ હોય તો તે ગુજરાત હતો. ગુજરાતની લાંબી, વ્યવહારલક્ષી, વેપારી પ્રતિભા વગર આ શક્ય બન્યું ન હોત. સુતરાઉ કાપડની મિલો ઉપરાંત બીજા અનેક મહત્ત્વના ઉદ્યોગો શરૂ કરીને ગુજરાતે તેની સાચી અસ્મિતા પ્રદર્શિત કરી હતી. ભૂતકાળના આ પ્રકારના સંકેતો બતાવે છે કે દેશની આબાદી વિકસાવવામાં ભવિષ્યમાં ગુજરાતનાં યુવકો અને યુવતિઓ નવી કોમ્યુટર ટેકનોલોજીને આધારે મહત્ત્વનો ભાગ ભજવશે. પાદનોંધ ૧, વધુ વિગત માટે જુઓ B.M.Bhatia, Famines in India (Bombay, 1967).
P. K Gopalkrishnan, Development of Economic Ideas in Ind a, 1880-1950 (New Delhi, 1959). Vikesh Pandya, "Ranchhodlal Chhotalal (1823-98): The maker of Modem Ahmedabad, Indian History Congress, Proceedings, 57th Session, Madras, 1996 Makrand Mehta, Ahmedabad Cotton Textile Industries, Genesis and Growth (Ahmedabad, 1980). R. L Rawal, Socio-Religious Reform Movements in Gujarat During the 19th Century (New Delhi, 1987) PP. 123-25. વધુ વિગત માટે જુઓ મધુસુદન એલ, પઢિયાર, ગુજરાતના સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય ઉત્પાદક હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા (૧૮૪૪-૧૯૩૧)નું પ્રદાન, અપ્રકાશિત પીએચ.ડી. મહાનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૮૯. પ્રજાબંધુ (અમદાવાદ)ની ફાઈલો, ૧૯૦૩-૧૯૧૦,
૮. મધુસુદન એલ. પઢિયાર, ઉપર્યુક્ત. Baroda Government, Annual Report of the Baroda State. For the year 1882-83 (Baroda, 1884). ૧૦, પ્રજાબંધુ, ૧૯૦૪-૦૮ના અંકો; વળી જુઓ ગુજરાત મિત્ર, સુરત, ૧૯૦૪-૦૮ દરમિયાનના અંકો.
પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮૦૧૦
For Private and Personal Use Only