Book Title: Pathik 1998 Vol 38 Ank 05
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક મૂર્તિઓ, કીર્તિમુખ વગેરે ખંડિત-અખંડિત જમીનમાં અર્ધ દટાયેલાં પડ્યાં છે. નદીના વહેણમાં પણ કેટલીયે મૂર્તિઓ તણાઈ જાય છે. ખંડિત મૂર્તિઓની પૂજા હિન્દુઓમાં થતી નથી તેને કારણે ખંડિત મૂર્તિઓ નદીમાં વહેવડાવી દેવામાં આવે છે અથવા પવિત્ર વૃક્ષ નીચે મૂકી દેવામાં આવે છે. આ રીતે કલાસમૃદ્ધિની રખેવાળી જોઈએ તે પ્રમાણે થતી નથી. સરકારના ધ્યાન પર આવ્યું છે કે આવી વસ્તુઓ બરાબર સચવાવી જોઈએ. તેની ભાંગફોડ ન થાય તે પણ અગત્યનું છે, કારણ ઇતિહાસની પુનઃરચના માટે તે અગત્યનાં સાધનો બની શકે છે. જે કાંઈ ઇતિહાસ રચાયો છે તે પણ સાચો ઇતિહાસ છે કે કેમ તે આવા પુરાવશેષોમાંથી જાણી શકાય છે. ઇતિહાસનાં પૂરક પ્રકરણો પણ તેના ઉપરથી રચી શકાય છે. ભૂતકાળની કથા દાદીમાની વાતો કે પરીકથા જેવી આજની આપણી ઊગતી પેઢીને ન લાગે માટે તેનો ભવ્ય ભૂતકાળ સાચવી રાખવો જરૂરી બને છે. એ આજના શાળા મહાશાળાના વિદ્યાર્થીઓને તેના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે છે. સત્ય હકીકત તો એ છે કે આપણી રાષ્ટ્રિય સંપત્તિને જાણ્યે અજાણ્યે અથવા અણસમજણને લઈને ઘણું નુકસાન થાય છે. તેની રખેવાળી કરવા તે વસ્તુઓ ચોરાઈ ન જાય, પરદેશ ઘસાઈન જાય, સિક્કા કે તામ્રપત્રો જેવી ચીજોનું ધાતુમાં પરિવર્તન ન થઈ જાય તે માટે ભારત સરકારે પ્રાચીન સ્મારક-ઇમારતો, સ્થળો અને બીજી વસ્તુઓને લગતાં ધારા ઘડ્યા છે. આ ધારાના અમલથી પ્રાચીન શિલ્પો, સિક્કના સંગ્રહો વગેરે જે સાધનો વડે મ્યુઝિયમો સમૃદ્ધ થાય છે તે મેળવવા સરકાર શક્તિમાન થાય છે. એ પણ નોંધવું જોઈએ કે જમીનમાંથી પ્રાપ્ત થયેલ નિધિની જાણ કલેકટરને કરવામાં આવે છે અને સરકાર તે નિધિ પ્રાપ્ત કરવાનું નક્કી કરે તો તે શોધનાર અને માલિકને વસ્તુની મૂળ કિંમત કરતાં ૧૫ વધારે રકમ મળે છે. આમ છતાં અજ્ઞાન લોકો દુર્ભાગ્યે પોતાને જડેલી ચીજોને ઘણી વાર સંતાડી રાખતા હોય છે, ધાતુ ચીજોને ગાળી નાખતા હોય છે અને આ રીતે ઇતિહાસ અને પુરાતત્ત્વવિઘાને હાનિ પહોંચાડતા હોય છે, ૧૮૭૮ માં ભારતીય ગુપ્તધનધારાની જોગવાઈ કરવામાં આવી, આ ધારા પ્રમાણે જયારે કોઈ પણ માણસને દસ રૂપિયાથી વધારે કિંમતનો નિધિ એટલે કે જમીનમાં દટાઈ ગયેલી અગર જમીનમાં ચોંટી ગયેલી અથવા કોઈ પણ ચીજમાં ઢંકાઈ ગયેલી વસ્તુ મળે ત્યારે તેણે તે જડેલી ચીજ અંગે કલેટકટને જાણ કરવી અને નજીકની તિજોરીમાં તે નિધિ જમા કરાવવો અગર કલેકટરને યોગ્ય બાંહેધરી આપવી, ત્યાર બાદ ૧૯૦૪માં પ્રાચીન સ્મારક અને ઇમારતનો સંરક્ષણધારો અમલમાં આવ્યો. ૧૯૪૭માં પ્રાચીન સ્મારક ઇમારતો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો ધારો Antiquities Act અમલમાં આવ્યો. આ પુરાતન વસ્તુઓને લગતા ધારા અનુસાર સરકારી પરવાના વગર ‘નિકાસ-નિયમન' Export Control સો વર્ષ કરતાં વધારે જૂની હોય એવી વસ્તુઓનો નિકાસ કરવા માટે અગર નિકાસ કરવાના પ્રયત માટે સજાઓ ઠરાવવામાં આવી છે, તેનો આશય દેશની પુરાતત્ત્વીય સંપત્તિનું હરણ ન થાય. એની ચોકસાઈ રાખવાનો છે. ૧૯૫૯ના ૧૫મી ઑકટોબરને દિવસે અમલમાં આવતા ધારાને પ્રાચીન સ્મારક, ઇમારતોના સંરક્ષણધારાના વિભાગોને આજની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ રીતે ગોઠવવા ઉપરાંત આ નવા કાયદામાં બીજી કેટલીક હિતકારક જોગવાઈઓ છે. કાયદાની જોગવાઈઓ ૧૯૫૧માં રાષ્ટ્રિય અગત્યનાં જહેર કરાયેલાં બધાં સ્મારક ઇમારતો અને સ્થળોને લાગુ પડે છે, અર્થાત્ પ્રાચીન સ્મારક ઇમારત સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષાયેલાં બધાં મારકો અને જૂનાં દેશી રાજયોમાંની કેટલીક અગત્યની ઇમારતોને તે લાગુ પડે છે. ઉપરાંત ગેઝેટમાં જાહેરાત કરીને એ યાદીમાં નવી સ્મારક ઇમારતો અને નવાં સ્થળો સરકાર ઉમેરી શકે છે. આવાં બધાં સ્થળો અને ઈમારતો, સંરક્ષિત ઇમારતો અને સ્થળો તરીકે જાણીતાં છે. આ ધારામાં સમાતા ગુનાઓ માટે ત્રણ મહિનાની કેદ અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા બને સજા થઈ શકે છે. આ થઈ કલાવારસાની રખેળાળી સરકારી રાહે સરકારી રાહે ધાકધમકીથી, કાયદાની બીકથી કલાવારસાનું રક્ષણ કરવાનું થયું, પણ આપણે પ્રજાજનો આપણો સમૃદ્ધ વારસો કેવી રીતે સાચવીશું તે પણ વિચારવું જરૂરી બને છે. લોકમત કેળવવો જોઈએ. મ્યુનિસિપાલિટી પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮૦ ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20