Book Title: Pathik 1998 Vol 38 Ank 05
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂર-તાલથી ગાઈ સંભળાવી યુદ્ધાભિમુખ કરતા. એમનામાં એવી લાગણીઓ ઝંકૃત કરતા કે તેઓ માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની પણ પરવા કર્યા વિના છેલ્લા શ્વાસ પર્યંત યુદ્ધરત રહેતા. શાંતિકાળમાં વેપાર-રોજગારની વૃદ્ધિમાં પણ આ લોકો પ્રવૃત્ત રહેતા. તેઓ રાજા-મહારાજાઓ તથા શેઠશાહુકારોના સોદાઓમાં મધ્યસ્થી જામીન થતા અને બેમાંથી એક પણ પક્ષ તેનું પાલન કરવામાં અનુચિત વિલંબ કરે અથવા નિષ્ફળ જાય ત્યારે પહેલાં પોતાના અત્યંત પ્રિય સ્વજનો અને અંતે સ્વયંનું ત્રાગા-પદ્ધતિ દ્વારા બલિદાન આપી પોતાનું પવિત્ર લોહી અભિયુક્તના ધરના આંગણામાં છાંટતા, જે અત્યંત અપવિત્ર અને કોપયુક્ત ઘટના ગણાતી અને કેવળ હિંદુઓ જ નહીં, પણ મુસ્લિમો પણ તે બાબતથી ડરતા એવી નોંધ એન્થોવાન, બોરોડલ અને મેકમર જેવા વિદેશી ઇતિહાસલેખકોએ પોતાનાં લખાણોમાં કરેલ છે. માટે જ કોઈ પણ દસ્તાવેજ પર બારોટની સહી તથા કટારનું નિશાન એ જ તે કરારના પાલન માટે અટૂટ ખાતરી કે બાંહેધરી મનાતી. બ્રિટિશ કાળમાં પણ જ્યાંસુધી કોર્ટ કચેરીઓનો વ્યાપ આટલો વધ્યો ન હતો ત્યાંસુધી(૧૮૩૦)એ એક સર્વસ્વીકૃત બાબત હતી. માટે જ એ. કે. ફાર્બ્સ નોંધે છે કે ‘જેમની બાંહેધરી કોઈ પણ પ્રકારના ડર કે શંકા વિના સ્વીકારી શકાય (તેમ હોય) તેવી એકમાત્ર વ્યક્તિ તરીકે બારોટોનો આધાર લેવામાં આવતો'. મૅકમરડો પોતાના ગ્રંથ 'Remarks on the Province of Kathiyawar' માં નોંધે છે કે ‘આવું ભયપ્રદ દબાણ જ તત્કાલીન સમાજમાં અત્યંત પ્રભાવશાળી મનાતું હતું.' આવા અનેક પ્રસંગો બારોટ સાહિત્યમાં ઉપલબ્ધ છે. અને ગુજરાત સૌરાષ્ટ્રના સિમાડે ઊભેલા પાળિયાઓ એના મૂક સાક્ષી છે, જેની રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ભરપૂર નોંધ લીધી છે. આવી પારંપરિક પ્રણાલિકાઓ ધરાવતી અને સમાજમાં પોતાની આ પ્રણાલિકાઓ દ્વારા જ વિશેષ પ્રભાવ ધરાવતી આ કોમના લોકોનું સાહિત્ય પણ એટલું જ પ્રાણવાન હતું. એના એક દૃષ્ટાંત તરીકે અન્ને એક પવાડો રજૂ કરીએ, જે પરથી કવિત્વપૂર્ણ અને સાહિત્યિક શૈલીમાં ઐતિહાસિક તથ્યોની રજુઆત કેવી રીતે કરવામાં આવતી હતી તેનો ખ્યાલ આવી શકશે : સવાઈ જસવંત ૨ા બહાદુર, સવાઈ ડંકા બજા દિયા મંડુ શહર સે મારા ફીરંગી, જયા જમના સે પાર ક્રિયા ૧ લીક સાહેબને ચીઠ્ઠિ ભેજી, જયા પહોંચે કલક-ોકુ સભી કંપની મિલકર આયા, લગે વાંચણ ચીટ્ટીકુ । લીક સાહેબને છાતી પીટી, કલકત્તા સબ ખાલી હુઆ ભરતપુર ભારી લડાઈ કર, મહારાજને ચલ દીયા । હિંદુસ્તાન પંજાબ છોડકર, લાહોર કા મૈદાન લીયા લાહોર કે વાં રંજીત રાજા, સાથ ફોજ દૌ લાખ લીયા મહારાજા કુ મિલને ખાતર, અમર શહરપર ઝુક આયા જબ દોનુ કા મિલાપ હુઆ, આપ ફિરંગી ગભરાયા ફિરંગીને વકીલ ભેજકર મહારાજાકુ સમજાયા હમને હારા, તુમને જીતા, જયે હુઆ સો ભલા હુઆ આ કવિતાનું સરળ તાત્પર્ય એ છે કે સવાઈ જસવંતરાય હોલ્ડર અને અંગ્રેજ સરદાર લેકની વચ્ચે ઑક્ટો. થી ૧૩ નવે. ૧૮૦૪ દરમ્યાન થયેલ યુદ્ધમાં જસવંતરાયે અંગ્રેજોને કાશીથી પેલી બાજુ ભગાડી મૂક્યા હતા. આ વાતનું સમર્થન આપતું લખાણ ઇતિહાસકાર આર. સી. મજુમદારના ગ્રંથ Advance History of India (P. 698) પર પણ વર્ણવવામાં આવેલ છે, પરંતુ બારોટ-ચારણી સાહિત્યમાં કવિતાના સ્વાંગમાં ઇતિહારાનું જે તથ્ય રજૂ થયું છે તે એક તલસ્પર્શી અને ઝીણવટભર્યું વર્ણન છે. જેની નોંધ પણ અંગ્રેજ ઇતિહાસકારોએ લીધી નથી તેવા એમની ૧૪ પથિક ૭૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20