Book Title: Pathik 1998 Vol 38 Ank 05
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દોષરહિત છે. પરંતુ મારો દૃઢ વિશ્વાસ છે કે પશ્ચિમ દ્વારા વિકસિત અત્યાધુનિક ઐતિહાસિક પ્રણાલિકાઓ તેમજ સાધનો-સ્રોતોનું પરીક્ષણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે આવા સાહિત્યને પણ સોદેશ્ય પૂર્ણ રીતે ગ્રહણ કરી સંકલિત કરવામાં આવે તો ભારતીય ઇતિહાસની સાંસ્કૃતિક ચેતનાને વિશાળ સ્વરૂપમાં સમજવામાં તે અત્યંત સહાયભૂત થઈ શકે તેમ છે. ‘વાસ્તવમાં ભારતીય ઇતિહાસના મૂળ સ્રોત તેમજ સાધનોની સંભાળ રાખવાનું મહત્ત્વપૂર્ણ કામ આ જ્ઞાતિએ સદીઓ સુધી કર્યું છે. અલબત્ત તે કેટલેક અંશે ક્ષતિયુક્ત હોવા છતાં ઘણાબધા ભારતીય તેમજ વિદેશી ઇતિહાસલેખકો અને વિદ્વાનોએ આ સાધનોનો વિશ્વાસપૂર્વક અને વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. મુખ્યત્વે કર્નલ ટોડે ‘રાજસ્થાનનો ઇતિહાસં' લખવામાં અને એલેકઝાન્ડર કિનલોક ફાર્બસ રાસમાળા' (‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ') રચવામાં આ જ્ઞાતિનાં લખાણો તેમજ કેફિયતોને અત્યંત આધારભૂત સ્રોત માનીને તેનો છૂટથી ઉપયોગ કર્યો છે, કર્નલ ટોડના શબ્દોમાં જોઈએ તો “ભારતવર્ષમાં યુદ્ધ સંબંધી કાવ્યો એ ઇતિહાસનું બીજું સાધન છે. માટે તેના રચયિતા બારોટોને મનુષ્ય જાતિના “આઘ ઇતિહાસ લેખકો ગણવા જોઈએ...... આ લોકો વાસ્તવિક ઘટનાઓ લખવાના અને વિદ્યમાન (પરાક્રમી પુરુષોની ખ્યાતિ અજરાઅમર કરવાના કાર્યમાં લાગેલા હતા. કવિલોકો પ્રાચીન ભારતના મુખ્ય ઇતિહાસલેખકો છે. ભટ્ટ (બ્રહ્મભટ્ટ) કવિઓના કાવ્યગ્રંથો દ્વારા સત્ય ઘટના, ધાર્મિક વિચાર તથા રીતરિવાજ સંબંધી અનેક મહત્ત્વની વાતો પ્રાપ્ત થાય છે, જેમાંની કેટલીક પક્ષપાત વિના લખવામાં આવેલી હોવાથી એવી છે કે તેમની સત્યતા વિશે ઓછો સંદેહ છે.' એ જ પ્રમાણે રાસમાળા'ના રચયિતા એ. કે. ફાર્બસે ઉપર્યુક્ત ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે મને ગુજરાતમાં રહ્યાને ઘણા દિવસ થયા નહતા એટલામાં હું સરકારી કામે હતો તેને પ્રસંગે મારા મોં આગળ એક કાગળ રજુ કરવામાં આવ્યો તેમાં બે બારોટની સહીઓ સાથે કટારનાં નિશાન જોઈ મારી જિજ્ઞાસા ઉદિત થઈ. તેમનો મેં સમાગમ (સંપર્ક) કર્યો... તો એમના ભંડારની મને ઝાંખી થઈ એટલે મારી જિજ્ઞાસા શમી જવાને બદલે ઊલટાની વધી, તે લોકોને સમજવાને અને ભંડારના ડાબલાનો ખુલાસો કરી લેવાને માટે બારોટોની વાતોનું જ્ઞાન મેળવી લેવાની અગત્ય હતી....... મારો આ સંગ્રહ મેં જે રાસોમાંથી કરેલો છે તેઓને નામે નામ મારા આ સંગ્રહનું નામ રાસમાળા' રાખ્યું છે.' વળી ‘ગુજરાતી હસ્તપ્રત્રોની સંકલિત યાદીમાં શ્રી કે.કા.શાસ્ત્રીએ ફોર્બ્સ પોતાની આ સંશોધનપ્રવૃત્તિનો પ્રારંભ કેવી રીતે કર્યો અને તેમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિ દ્વારા સચવાયેલા સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કર્યો તેની વિગતે માહિતી આપેલ છે. આમ આ બંને અંગ્રેજ વિદ્વાનો અને ઇતિહાસલેખકો ઉપરાંત ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ દલપતરામ પણ આ કામમાં સહભાગી બન્યા હોવાનો અર્થ એ થાય કે તમામ વિદ્વાનોએ આ જ્ઞાતિના લોકોનાં લખાણો કે કેફિયતોને અત્યંત વિશ્વસ્ત અને આધારભૂત માન્યાં છે. એ જ રીતે તાજેતરનાં વર્ષોમાં પણ દુર્ગાશંકર કે. શાસ્ત્રી જેવા આધુનિક ઇતિહાસલેખકોએ “ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ' નામના ગ્રંથમાં બ્રહ્મભટ્ટ પ્રજાનો ઇતિહાસના મૂળ આધાર તરીકે મૂલવવા પ્રયત્ન કર્યો છે. બારોટ-ચારણ સાહિત્ય, તેના પારંપરિક રીતરિવાજો અને એમાં આવેલાં પરિવર્તનોને મૂલવવા માટે મારા પીએચ.ડી, શોધપ્રબંધ “ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને પરિવર્તનમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિનું પ્રદાન, ૧૮ ૧૮ થી ૧૯૪૭" અને તેના નવસંસ્કરણ “બ્રહ્મભટ્ટ સંહિતા'નાં વિશેષ અધ્યયન-ચિતન વખતે મેં એક વાત વારંવાર અનુભવી છે કે આ જ્ઞાતિ એક પારંપરિક ઈતિહાસન્ન જ્ઞાતિના રૂપમાં ભારતભરમાં સુપ્રસિદ્ધ હતી. હું ખુદ આ જ્ઞાતિનો હોવાથી મેં મારા અધ્યયન દ્વારા એ પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે કે : યુદ્ધકાળમાં સમરાંગણમાં બારોટ જ્ઞાતિના એ લોકો જાતે જતા અને યુદ્ધમગ્ન યોદ્ધાઓને શૌર્યતર્પણનાં ગીતો પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮૦૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20