________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાલેશીભર્યા આ પ્રસંગને બારોટ-ચારણી સાહિત્ય આવી સુંદર નોંધ કરીને ઇતિહાસમાં એક આધારભૂત સાધન તરીકેની પોતાની વિશિષ્ટ છાપ ઉપસાવી છે એમ કહી શકાય.
એવું જ અમદાવાદના સ્થળ-વર્ણનનું બારોટ-ચારણી સાહિત્યનું એક ઉત્તમ દષ્ટાંત અત્રે જોઈએ, જે જોતાં સાફ જણાઈ આવે છે કે આ સાહિત્ય પણ અન્ય સાહિત્યિક સાધનો અને ઇતિહાસની જાણકારી માટેની સાધન-સામગ્રી કરતાં સહેજ પણ ઊણું ઉતરે તેમ નથી.....
શાહઆલમ કો બહોમ તેજ, રાંક બટુ બસે સરખે જ ! યારો, જબ કુત્તે પર શીયા દૌડાયા, તબહી શાહને અમદાવાદ વસાયા બસાયા શહર, આખા હું ઇ ઠંડી, બારે ભાગોળ ને છત્રીસ ચંડી | બારે ભાગોળ મેં દેખલાઉ, હલમની ખડકી જૂદી લાઉ | ઐસા શહર કભી નહીં બસતા, પ૨ કાંકરીયા જમણા રસ્તા જંગલ જંગલ કો પાની ભરીયા, જબ નામ કાં કરીયા ધરીયા કાંકરીયા કા ચૌગટ પાની, બીજ ઉંચી હૈ એક ટીંબી એક ધોબન ઐસી દીઠી, ઉસકા નામ હૈ એક લીંબી નીચી હોકર સાબુ દયે, ઉંચી હોકર ધોયે
કડીઆ ચુના દેતી જાવે, યાર કુ ઇશારા કરતી જાવે | અમદાવાદ શહેરના ઉપર્યુક્ત વર્ણનને જોતાં જણાય છે કે દેશી-વિદેશી મુસાફરોના પ્રવાસ વર્ણનોમાં આવતાં અમદાવાદના ઉલ્લેખો કરતાં કંઇક જુદી જ છટા આ ગીતમાં છે. તાલ, લય, અને પ્રાસની જાળવણી દ્વારા એના સ્થળ વિશેષના વર્ણનને લાવણ્યભર્યું અને રોચક બનાવી લોકસ્મૃતિમાં કાયમી રીતે જકડાઈ રહે તેવો પ્રયત એમાં થયો છે, છતાં તેનાં સ્થળવર્ણનનું કે ઐતિહાસિકતાનું મૂલ્ય સહેજ પણ ઘટતું જણાયું નથી. ઊલટાનું તે પોતાનામાં વિશેષ જાણકારી સમાવીને સહજ રીતે જ લોકજીભે સ્થાન મેળવે તેવી તેમાં આવડત છે.
આ ઉપરાંત પાશ્ચાત્ય ઇતિહાસવેત્તાઓએ જયાં જયાં પોતાની કલમ ચલાવી નથી કે વિશેષ મૌન જાળવ્યું છે ત્યાં અને જયાં એમણે વર્ણન કર્યું હોવા છતાં સહજ રીતે જ સત્ય ખૂલીને બહાર આવી નથી શક્યું ત્યાં બારોટ-ચારણી સાહિત્યે પોતાનો અસલ કસબ બતાવી ઇતિહાસની જાણવણી અને મૂલવણીનું કામ ચપટી વગાડવા જેટલું સરળ બનાવી દીધું છે. મરાઠા શાસકોના ત્રાસનું સહજ અને રોચક વર્ણન કરતા આ લોકોએ લખ્યું છે કે –
હાલતાં દંડે, ચાલતાં દડે, દંડે સારા દિન,
છાતી પર પત્થર મૂકીને, પૈસે લેતે છિન. આ પંક્તિઓ મગનલાલ વખતચંદના “અમદાવાદનો ઇતિહાસ' નામના પુસ્તકમાં આપેલ બારોટસાહિત્યનો ઉત્તમ નમૂનો છે. જે મરાઠાકાલીન અમદાવાદની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આપે છે. એ જ રીતે સરકારી ગેઝેટિયરોએ અમદાવાદના ૧૮૧૬ના વિદ્રોહ અને સહુબા નામની બારોટ બાઈના બલિદાનની વાતનો અછડતો ઉલ્લેખ માત્ર કર્યો છે. જયારે આ સાહિત્યમાં ઓતિયા-ગોધિયા ચાડિયાની આખી વાત રોચક શૈલિમાં આપીને એક ઐતિહાસિક તથ્યરૂપ ચાડિયાઓના અને મરાઠા શાસકોના ત્રાસનું વર્ણન અને તેના ઉમૂલનની વાત કરીને બ્રિટિશ શાસનની સ્થાપનાની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં કેવી સ્થિતિ હતી તેની સ્પષ્ટ અને સહજપણે ખ્યાલ આપ્યો છે.
આમ આ સમગ્ર ઐતિહાસિક તથ્યોને કસોટીની એરણે ચડાવવા છતાં આ સાહિત્ય અન્ય સાધનો કરતાં સહેજ પણ ઊણું ઊતરતું જણાતું નથી. આ રીતે જોતાં સામાજિક અને ઐતિહાસિક તથ્યો સત્યોને જાગ્રત કરવામાં આ સાહિત્યનું વિશેષ પ્રદાન છે. જરૂર છે તો કેવળ સાચી નિષ્ઠા, ધૈર્ય, રુચિ, સૂક્ષ્મ દૃષ્ટિ અને ગંભીરતા તથા તટસ્થતાપૂર્વક
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦૭
For Private and Personal Use Only