Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 286
________________ કોણ? સંસાર કે શાસન સંઘ કે સમાજ ? સ્વજન કે સાધર્મિક ધન કે ધર્મ? ઘર કે ગુરુ ? પૈસા કે પ્રભુ?) મરદેવી માતા ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ત્યારથી ઋષભ ઋષભનું રટણ છોડતા ન હતા. રોઈ રોઈને આંખ પર પડલ જામી ગયા હતા. મહેલ, ભોજન, વસ્ત્રકે પૌત્ર ભરત કશામાં રસ રહ્યો નહોતો. રોજ ભરતને પણ ઠપકો આપતી હતી... મારો ઋષભ જંગલમાં કષ્ટ ભોગવે છે, ને તું એનો દીકરો મહેલમાં મજા કરે છે. તેથી જ ભરતે જ્યારે ભગવાન પાસે વંદનમાટે જવાનું નક્કી કર્યું, ત્યારે સૌ પ્રથમ કામ દાદીમામરુદેવીને ભગવાનના કેવળજ્ઞાનના સમાચાર આપી સાથે લઈ જવાનું નક્કી કર્યું. મરુદેવી માતાને હાથીની અંબાડીએ બેસાડી ભરત બધી સમૃદ્ધિ સાથે ભગવાનને વંદન કરવા નીકળ્યા. જેમ જેમ સમવસરણ નજીક આવતું ગયું, તેમ તેમ ભરતે મરુદેવી આગળ ભગવાનની સમવસરણ, પ્રાતિહાર્ય વગેરેની સમૃદ્ધિ વર્ણવવા માંડી. પુત્રની સમૃદ્ધિ સાંભળી મરુદેવી માતાને આનંદથી આંસુ ઉમટી આવ્યા. એમાં પડેલો ધોવાઈ ગયા. પ્રભુની સાક્ષાત્ સમૃદ્ધિ નીહાળી મરુદેવામાતા પુલકિત બન્યા. ત્યાં વિચાર આવ્યો કે હું અહીં ઋષભમાટે વર્ષોથી રડુ , ને ઋષભતો આવી સમૃદ્ધિ વચ્ચે બેઠો છે, તો પણ મને બોલાવતોય નથી. એમાં જ ઋષભદેવના વૈરાગ્ય અને વીતરાગભાવ યાદ આવ્યા. સ્વયં ભાવનામાં આગળ વધ્યા. ક્ષણવારમાં ઘાતિકર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પામ્યા અને ત્યારે જ આયુષ્ય પૂર્ણ થવાથી આ અવસર્પિણીમાં પ્રથમ મોક્ષે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે તો હજી તીર્થસ્થાપના પણ થઈ હતી નહીં. ખરેખર પુત્રોતો ઋષભ જેવો, કે જેમણે હજાર વર્ષોની સાધનાથી મેળવેલું કેવલ્યરત્ન માતાને સમર્પિત કર્યું. અને માતા હો તો મરુદેવી જેવા કે જે પુત્ર માટે મુક્તિકન્યા જોવા પુત્રની પહેલા મોક્ષે પહોંચી ગયા. (માતૃભક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેમાં પુત્રની દીક્ષાથી આરંભે દુઃખી થયેલી માતાનું પણ અંતે પુત્રના નિમિતે જ સર્વશ્રેષ્ઠ કલ્યાણ થયું.). dan Education Intemato For Private & Personal Use Only wwwbery ID

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344