Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 322
________________ શ્રી વજસ્વામીનું ચરિત્ર તુમ્બવનગામમાં ધનગિરિ રહેતા હતા. પત્ની સુનંદા ગર્ભવતી થઇ ત્યારે એમણે આર્યસિંહગિરિ પાસે દીક્ષા લીધી. ગર્ભકાળ પૂરો થયે સુનંદાએ અત્યંત તેજસ્વી અને રૂપવાન પુત્રને જન્મ આપ્યો. ત્યારે આડોશ-પડોશના લોકો વાતવાતમાં ‘આર્ય ધનગિરિએ દીક્ષા ન લીધી હોત, તો જન્મમહોત્સવ સુંદર થાત” ઇત્યાદિ બોલતા હતા. આ સાંભળી પિતાની દીક્ષાની વાતપર આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. (પૂર્વભવે તિર્યગૂર્જુભકદેવ હતા. અષ્ટાપદ પર્વતપર શ્રી ગૌતમસ્વામીના મુખે પુંડરિક-કંડરિક અધ્યયન સાંભળી દીક્ષા માટે ઝંખના કરવા માંડ્યા. દેવ હોવાથી દીક્ષા તોન મળી, પણ તીવ્ર વૈરાગ્યથી દેવલોકના શેષ વર્ષોમાં વારંવાર એ અધ્યયનનું સ્મરણ કરતા રહ્યાં. અને દીક્ષા માટે માનવભવની રાહ જોવા માંડ્યા. એ દેવ આયુષ્ય પૂર્ણ થયે સુનંદાના ગર્ભમાં આવ્યા. અને આ બાળક તરીકે જનમ્યા) આમ દેવલોકથી જે ઝંખના હતી, તે હવે માનવભવમાં પૂરી કરવા તલપાપડ થયા. પણ જાણતા હતા કે માતાનો મોહ ઉતરે નહીં ત્યાં સુધી કામ થશે નહીં. તેથી જ્યારે જ્યારે સુનંદા હાથમાં લે કે રમાડે, ત્યારે ત્યારે સતત રડ્યા જ કરે, આમ છ મહિના ચાલ્યું, આખરે સુનંદા કંટાળી ગઇ. એ જ અરસામાં આર્ય ધનગિરિ ગુરુ ભગવંત સાથે એ નગરમાં પધાર્યા. જ્ઞાની ગુરુભગવંતે ગોચરી જતા આર્ય ધનગિરિને સચિત્ત લાવવાની પણ રજા આપી. આર્ય ધનગિરિ સુનંદાના ઘરે આવ્યા. ત્યારે બાળકના રોવાથી કંટાળેલી સુનંદાએ ઝોળીમાં બાળક મુકી દઇ કહ્યું - હું તો આનાથી કંટાળી. તમે હવે તમારા બાળકને સંભાળો.” તે વખતે આર્યધનગિરિએ બીજાઓની સાક્ષીપૂર્વક બાળકને લઇ ગુરુ ભગવંતને સોંપ્યો. બાળકવાળી ઝોલી વજનદાર થવાથી ગુરુએ નામ રાખ્યું વજ. હજી માત્ર છ મહિનાનો જ હોવાથી સાધ્વીઓના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો. ત્યાં આવતી જતી શ્રાવિકાઓએ બાળકનું લાલન-પાલન કરવા માંડ્યું. આ બાળક ઘોડિયામાં સૂતા સૂતા જ સાધ્વીઓના સ્વાધ્યાયને સાંભળતા સાંભળતાં આચારાંગ વગેરે અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. આ બાજુ સુનંદા પોતાના બાળકના દરેક પ્રકારના વિકાસથી ફરીથી બાળક મેળવવા ઉત્સુક બની. ગુરુ ભગવંતો ફરી ૩૦૧ For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344