Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 337
________________ શ્રમણપતિ પરમાત્મા મહાવીરદેવ તથા ગણધરોએ તથા તેમની પાટ પરંપરામાં આવેલા આજ સુધીના તમામ આચાર્યાદિ મુનિવરો અષાઢી ચોમાસીથી પચાસમાં દિવસે પર્યુષણ કરે છે. પર્યુષણા પરિ+ઉષણા એમ બે શબ્દોથી બન્યો છે. પરિ એટલે સમગ્ર પ્રકારે, ઉષણ એટલે આત્માની સમીપે આવી વસવું. સાધુ-સાધ્વીઓને જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય, ત્યાંથી ચારે દિશામાં સક્રોશ યોજન જવા-આવવાને કલ્પ છે. હૃષ્ટ, યુવાન, નીરોગી અને શક્તિવાળા સાધુ-સાધ્વીઓને નિષ્કારણ વારંવાર વિગઇઓ વાપરવી કલ્પનહી. વિશેષ કારણે કલ્પ. સામાન્ય રીતે સાધુઓએ એક વાર જ ભોજન કરવું. તેનાં વિશેષ કારણે ૨-૩ વાર વાપરી શકે. શય્યાતરના ઘરનું વહોરવું સાધુને કલ્પ નહી. જમણવારમાં જવું કહ્યું નહી. ધોધમાર વરસાદ પડતો હોય, ત્યારે વહોરવા જવું કલ્પ નહીં. તપસ્વી કે ગ્લાનાદિ મુનિને માટે કારણસર અલ્પ વરસાદમાં જવું કહ્યું. વરસાદની વિરાધનાથી બચવા સાધુઓને અને સાધ્વીઓને ઝાડ નીચે કે મકાનાદિ નીચે ઊભા એવું કલ્પ. સૂર્યાસ્ત પહેલા ઉપાશ્રયે આવી જવું. વરસાદની વિરાધનાથી બચવા અચાનક સાધુ-સાધ્વીજીઓ એક જ વૃક્ષાદિ નીચે ભેગા થઇ જાય, તો એક સાધુ-એક સાધ્વી અથવા એક સાધુ-બે સાધ્વી અથવા બે સાધુ-એક સાધ્વી અથવા બે સાધુ-બે સાધ્વી સાથે ઊભા રહેવું નહીં. પરંતુ પાંચમો બાળ સાધુ કે સાધ્વી હોય, તો ઊભા રહેવાય. અથવા અન્ય માણસોની દૃષ્ટિ પડતી હોય તો ચાર સાધુ-સાધ્વી ઊભા રહી શકે. ઉત્સર્ગથી ઓછામાં ઓછા બે સાધુઓએ સાથે વિચરવું. એ જ રીતે ત્રણ અને તેથી વધુ સાધ્વીઓએ સાથે વિચરવું. સાધુ-સાધ્વીઓએ વિગઇઓનો ઉપયોગ કરવો હોય, રોગની ચિકિત્સા કરાવવી હોય, તપશ્ચર્યાદિ કરવું હોય; જિન મંદિરમાં દર્શનાર્થે જવું હોય, અન્ય લખવું હોય, વાંચવું હોય, વિહાર, ઈંડિલ માત્રુ ઇત્યાદિ કરવું હોય, તો આ તમામ કાર્યો આચાર્યાદિ જે વડીલની નિશ્રામાં ચોમાસું રહ્યા હોય, તે વડીલની આજ્ઞા લઇને જ કરવું જોઇએ, કારણ આચાર્ય ગીતાર્થ હોવાથી લાભા-લાભને જાણે છે. વળી સાધુ સાધ્વીઓએ ચાતુર્માસમાં સ્થિર પાટ-પાટલા આદિનો ઉપયોગ કરવો જોઇએ, અન્યથા જીવાદિની વિરાધનાનું પાપ લાગે છે. સાધુ-સાધ્વીઓએ ભાદરવા સુદ ચોથ પૂર્વે લોચ કરાવવો જોઇએ કારણ કે લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું સંયમીઓને કલ્પે નહીં. સાધુ-સાધ્વીઓએ સૂક્ષ્મ ઇંડા, સૂક્ષ્મ નિગોદ-ફૂગ, સૂક્ષ્મ પાણી જીવો || ૩૧૬ FOPE FEDELEO www.nelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344