Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 303
________________ ઘણા સફળ ઉદ્યોગપતિઓ છે. એ બધા પાસે જઈ તેમની સફળતાઓ માટે રહસ્ય પૂછો. અને પછી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરો. એન્ડ્રઝ કાર્નેગીની ભલામણથી ડેલ કાર્નેગી બધા ઉદ્યોગપતિઓની મુલાકાત લઈ શક્યો. એ પછી એના સંકલનરૂપે પુસ્તક પ્રકાશિત કર્યું - “સફળ જીવનની ચાવીઓ'. જો કે આ બધા ઉદ્યોગપતિઓ માત્ર આર્થિક મોરચે જ સફળ થયા હતા. તેથી જ તેમના આંતરિક જીવનમાં ઘણી અશાંતિ હતી. અને લગભગ મોત દયાજનક થયા. પણ આપણે આ મુદ્દાને પ્રસ્તુતમાં લક્ષ્યમાં રાખવો છે. અત્યાર સુધી તો ચોથા આરાના તીર્થકરોના ચરિત્રો વર્ણવ્યા. તેઓ તો અલૌકિક અદ્ધત હોવાના જ. પણ એમના ચરિત્ર આદર્શ હોવા છતાં આપણા માટે ઘણી દૂરની વાત જેવા છે. જ્યારે આ જ પાંચમાં વિષમ દુષમ આરામાં થયેલા મહાપુરુષો તો કંઇક અંશે શરૂઆતમાં આપણા જેવા જ હતા, સાધનાના પ્રચંડ પુરુષાર્થ બળપર તેઓ જે ઊંચાઈએ પહોંચ્યા, એ ઊંચાઈએ પહોંચવા ચાલો આપણે તેઓને પૂછીએ- એમના જીવનને તપાસીએ, એવા કયા વિશેષ ગુણના બળપર તેઓ આ ઊંચાઈએ પહોંચ્યા? પ્રથમ શ્રી ગૌતમસ્વામી :- જેમના નામમાં જ કામગો (=ગાય) કલ્પતરુ ( કલ્પવૃક્ષ) અને ચિંતામણિનો વાસ છે, જેમને અનંત લબ્ધિઓ વરેલી છે, જેમણે પંદરસો તાપસને સાધુ બનાવ્યા બાદ ખીરથી પારણું કરાવી પહેરામણીરૂપે કેવળજ્ઞાન રૂપી શ્રેષ્ઠતમ વસ્ત્રની ભેટ કરી છે, જેમની ‘મારી પાસે દીક્ષા લો ને કેવળજ્ઞાન મેળવો’ની યોજનાનો લાભ પચાસ હજાર ભવ્યાત્માઓએ લીધો, જેમનું નામ “હે ગોયમ ! હે ગોયમ' એ રીતે છત્રીસ હજાર વખત લઈ પ્રભુ વીરે પરમ મંત્રરૂપ બનાવી દીધું છે, ખુદ કેવળજ્ઞાની તીર્થકર ગુરુ એવા પ્રભુવીરે જેમને કેન્દ્રમાં રાખી સૂરિઓને ધ્યાન કરવા યોગ્ય મંત્ર બનાવી ગુરુ દ્વારા શિષ્યના નામના મંત્રની એક અદ્ભુત ઘટના સર્જા, જેમને પોતાની પાસે નહીં, એવા કેવળજ્ઞાનની ભેટ બીજાઓને આપી દુનિયાના શ્રેષ્ઠ દાનવીરની પદવી મેળવી. ઇત્યાદિ અનેક વિશિષ્ટતાઓથી સભર શ્રી ગૌતમસ્વામીને પૂછીએ કે-આપ આ વિશિષ્ટતાઓ ક્યા ગુણના બળપર પામ્યા? તેઓશ્રી કહેશે- સંપૂર્ણ સમર્પણભાવ ! વિનયથી | ૨૮૨ Gain Education Intematonal For Private & Fersonal Use Only www brary

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344