Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 316
________________ દીક્ષા લે, તો ભોજન આપી શકાય, ગૃહસ્થને ભોજન આપવાનો અમારો કલ્પનથી.’ તે સાંભળીને ભિક્ષા વિના ભૂખે મરવું, એ કરતાં દીક્ષામાં પણ ભોજનાદિ મળે તો શું ખોટું?’– એમ વિચારીને તે રીતે દીક્ષા લીધી. પછી આકંઠ ભોજન કર્યું. પછી અજીર્ણ થવાથી સાધુઓએ તથા પૂર્વે ભિખારી અવસ્થામાં હડધૂત કરનારા શેઠોએ હવે સાધુ જાણી તેયાવચ્ચ કરી, નિર્ધામણા કરાવી. ત્યારે દીક્ષાજીવનની મહત્તાના શુભ વિચારમાં મરી કુણાલના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. મગધની ગાદીએ શ્રેણિક રાજાના પુત્ર કોણિકના પુત્ર ઉદાયી પછી નવનન્દ રાજાઓ થયા. નવમાં નન્દ પછી મૌર્યવંશીય ચંદ્રગુપ્ત થયો. પછી તેનો પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશોક અને તેનો પુત્ર કુણાલ થયો. અશોકે બાલ્યવયથી જ તેને ઉજ્જયિનીમાં રાખ્યો હતો. ભણવાયોગ્ય થયો ત્યારે અશોકે “અધીયતાં ના આદેશ દ્વારા તેને ભણાવવા ત્યાંના રાજપુરુષોને આજ્ઞા કરી. પણ સાવકીમાતાએ ચાલાકી કરી “અંધાયતાં કરી નાંખ્યું. તેથી કુણાલ પિતાની આજ્ઞા ખાતર અંધ થયો. ભિખારીનો જીવ તેના પુત્ર તરીકે જન્મ્યો. ત્યારે કૃણાલે સંગીતદ્વારા પિતાને રીઝવી પત્રખાતર રાજ્ય માગ્યું. ત્યારે અશોકે બાલ્યવયે જ તેને રાજ્ય આપ્યું અને સંપ્રતિ નામ રાખ્યું. સંપ્રતિ ક્રમશઃ યૌવન પામ્યો. રથયાત્રામાં પધારેલા શ્રી સુહસ્તિસૂરિજીને જોઇ જાતિસ્મરણ જ્ઞાન થયું. આ રાજ્યવગેરે સમૃદ્ધિ મળવામાં એમનો જ ઉપકાર દેખાયો. તેથી એમને ગુરુ તરીકે માન્યા. સંપ્રતિ રાજાએ પોતાના માણસોને સાધુવેષ આપી, કૃત્રિમ સાધુ બનાવી અનાર્યદેશમાં મોકલી, અનાર્ય પ્રજાને પણ સાધુના આચાર શિખવ્યા અને તે દેશોને સાધુના વિહારયોગ્ય બનાવ્યા, સેવક રાજાઓને પણ જૈનધર્મી બનાવ્યા. તથા સવા લાખ જિનમંદિરો, સવા કરોડ નૂતન જિનબિંબો, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર અને પંચાણું હજાર ધાતુનાં બિંબો ભરાવ્યા, હજારો દાનશાળાઓ બંધાવી; એમ ત્રણ ખંડપૃથ્વીને ધર્મતથા ધર્મસ્થાનો વડે ભૂષિત કરી. આજે પણ સંપ્રતિ મહારાજની ભરાવેલી મૂર્તિઓનો મહિમા શ્રી સંઘમાં સર્વશ્રેષ્ઠ છે. આપણને આર્યમહાગિરિ પાસથી આચારસંપન્નતાનો, આર્ય સુહસ્તિસૂરિ પાસેથી ભિખારીમાં પણ ભાવીમાં રાજા થવાની યોગ્યતા જોવાની દીર્ઘદૃષ્ટિનો અને સંપ્રતિ રાજા પાસેથી શ્રેષ્ઠ જિનભક્તિનો ગુણ પ્રાપ્ત થાઓ. | ૨૯૫ Gain Education Interational For Private & Fessel Use Only www.elbaryo

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344