Book Title: Paryushan
Author(s): Anwar Agewan
Publisher: Premayan Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પર્યુષણ-આરાધના આધ્યાત્મિક્તા ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એથી એના દરેક વ્રત અને તહેવારો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે આધ્યાત્મિક્તા સંકળાયેલી છે. આ દ્રષ્ટિએ વ્રતો તથા પર્વો પાછળની ભાવના, આત્માના સ્વરૂપને ઓળખવાની છે. બીજા ધર્મો પણ આ જ રીતે આત્માના સ્વરૂપને ઓળખવાનું કહે છે. પણ જૈન-શાસનની સૈદ્ધાંતિક દષ્ટિ બીજા ધર્મો કરતાં જુદી પડે છે. જૈન દર્શને જીવાત્માના બંધન અને મુક્તિના સ્વરૂપ તથા તેના કારણોની વૈજ્ઞાનિક વિવેચના કરી છે. એથી તેના ધાર્મિક આચારવિચાર, રીતરિવાજ અને વ્રત-પદિ જીવને મુક્ત દશા ભણી ચાલતા આત્મવિકાસના સોપાન સમા બની રહે છે. પર્યુષણ આવું જ આત્મોન્નતિ ભણી લઈ ચાલતું સાધના-પર્વ છે. સામાન્ય રીતે આજના લૌકિક પર્વો તથા ઉત્સવ પાછળ મનુષ્યની ભાવના આનંદ-પ્રમોદ અને ઐહિક કામનાઓ સંતોષવાની રહી છે. ત્યારે આવા સ્થળ આનંદોત્સવથી પર એવા કેટલાંક લોકોત્તર પર્વો પણ છે. જે જીવનમાં દાન, ત્યાગ, સંયમ, જેવી પવિત્ર ભાવનાઓ ગાડી આત્મકલ્યાણના માર્ગે પ્રેરે છે. આ ત્યાગપ્રધાન પર્વે જ આત્મોન્નતિ કરાવે છે. આ પર્વના આયોજન પાછળ આ જ મહત્તમ દ્રષ્ટિ અને સંદેશ રહેલા છે. એથી તેને પર્વાધિરાજ' અથવા ધર્મ પર્વ' પણ કહે છે. એજ આ પર્વનો મુખ્ય ધર્મ-ભાવ છે આ પર્વ દરમિયાન આત્મ ગુણની સાધના કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ જીવન વ્યવહારમાં વિરોધમાં સમતા, કલહ-વિવાદમાં શાંતિ અને જીવમાત્ર પ્રત્યે ભેદ- વિભેદનો ત્યાગ કરી, સૌ પ્રત્યે આત્મીયભાવ જાગવો એ જ સાચું દર્શન, સાચું જ્ઞાન અને ચારિત્ર છે. આ રીતે પર્યુષણ આધ્યાત્મિક જ નહી, સામાજિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું પર્વ છે. પર્યુષણના દિવસોમાં દરેક જૈન સંપ્રદાયોમાં શાસ્ત્ર વાંચન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26