Book Title: Paryushan
Author(s): Anwar Agewan
Publisher: Premayan Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતીક સમા છે અને આ પ્રતીકોને હું સિદ્ધ સ્વરૂપે નિહાળું છું. તે આ રીતે કે, આ “૧૦’માં આંક છે–એક' અને શૂન્ય'. એટલે કે આત્મામાં એકથી અનંત ગુણો સમાયેલા છે. ‘એક’ શબ્દ એકત્વ છે અને “શૂન્ય' અનંત વાચક છે. એ પરથી એક વાત દીવા જેવી લાગે છે કે, સિદ્ધાવસ્થામાં આત્માના અનંત ગુણોનો વિકાસ થાય છે અને આત્મા અનેકાંત રૂપ છે. – 'તત્વમને છાત્તાપહમ્' – એથી તેની આવિભૂતિ પણ અનેકાંતરૂપે જ થાય છે. પાંચ પરમ કર્તવ્યો અહી એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે, સાધનામાં જો કોઈ વસ્તુ બાધક હોય તો તે છે – મિથ્યાત્વ એટલે કે વિપરીત દૃષ્ટિ. જ્યાં સુધી સમ્યગદ્દષ્ટિ જાગ્રત થઈ નથી, ત્યાં સુધી સત્ય-અસત્યનું જ્ઞાન થતું નથી. પર્યુષણની આરાધનાની યાત્રા આરંભતા પૂર્વેના ત્રણ દિવસો એની ભૂમિકા રૂપે છે. આ દિવસોમાં પર્વના મહાભ્યને ભિન્ન ભિન્ન રૂપે કથાઓ દ્વારા સમજાવવામાં આવે છે અને એના શ્રવણ-મનન સાથે વ્યક્તિગત તથા સમષ્ટિગત પાંચ કર્તવ્યો’નું આચરણ આવશ્યક છે. એ આચરણ વગર આખીયે આરાધના અધુરી રહે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે: ૧. અમારિ પરિવર્તન: આ કર્તવ્યમાં અહિંસાની જાહેર ઉદ્ઘોષણા છે. જેમાં શ્રાવક સંકલ્પ કરે છે કે, મનથી કોઇને હણીશ નહિ, વચનથી કોઈને હણીશ નહિ, કાયાથી કોઈને હણીશ નહિ. ખરેખર જૈન ધર્મનો મર્મ જ અહિંસા અને અભયમાં છે. મન, વચન અને કાયાથી “અહિંસાનું પાલન એ સાધનાનું પ્રથમ સોપાન છે. ૨. સાધર્મિક વાત્સલ્ય: સાધર્મિક એટલે અહિંસા સત્યને આચરનાર આ સત્યને આચરનાર ભલે ગમે તે વર્ણ જાતિ કે સંપ્રદાયનો હોય પણ એના પ્રત્યે પ્રેમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26