________________
ભક્તિભાવ પ્રગટ કરવો, તેને યથાશક્તિ સહાય કરવી, એનું નામ છે-સાધર્મિક વાત્સલ્ય. ૩. ક્ષમાપના:
અહી ક્ષમાનો અર્થ અતિ વ્યાપક છે. સમસ્ત સૃષ્ટિના અંશ રૂપે હોવા છતાં એની સમગ્રતાને આપણામય સમજવાની ભાવના તે “મા” છે. જાણતા-અજાણતા તો શું સ્વપ્નેય કોઈ અપરાધ કે ભૂલ થઈ હોય તો તે “ક્ષમ્ય” કરવી, માત્ર વ્યવહારથી નહિ, અંત:કરણથી કરીને, જીવનવ્યવહારને નિરાપરાધ, નિષ્પક્ષ અને નિર્વ્યાજ બનાવીએ, એ ઉત્તમ ક્ષમા છે.
એટલે જ તો મહાવીર પ્રભુએ કહ્યું છે કે, જે ઉપશમે, ઉપશમાવે છે, જે ખમે છે, ખમાવે છે એ જ સાચો આરાધક છે. ૪. અઠ્ઠમ તપ:
તપ એ સાધનાનું મહત્વનું અંગ છે. તપ વિશે જૈન-દર્શને ઘણી ગહન અને વ્યાપક મીમાંસા કરી છે. શાસ્ત્રકારોએ તપની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “તપ એટલે એક કે એથી વધુ દિવસનો આહાર પ્રતિબંધ નહિ, પણ એ તપ દ્વારા ઇન્દ્રિય-શુદ્ધિ અને મન-શુદ્ધિ કરવી, એ ખરું તપ છે'. ૫. ચૈત્ય પરિપાટી:
ચૈત્ય એટલે દેરાસર, જિનાલય પરિપાટી એટલે પરિક્રમા અથવા યાત્રા. પર્યુષણના પર્વ દરમ્યાન સાધકે સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈ, ધર્મના અનુષ્ઠાનમાં જોડાઈ જવાનું છે. જ્યાં સુધી મન સંસારભાવ રમણ કરતું રહેશે, ત્યાં સુધી આત્મભાવમાં જોડાઈ શકતું નથી. એટલે ચૈત્ય પરિપાટીના કર્તવ્ય દ્વારા મનને પરિશુદ્ધ બનાવી સાધના માટે તૈયાર થવાનું છે.
પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com