Book Title: Paryushan
Author(s): Anwar Agewan
Publisher: Premayan Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ સત્યનો સંકલ્પ કરે, તો એ જ સત્ય તેને પ્રકાશની કેડી ચીંધે છે. આત્માનો વિકાસ કરે છે. શૌચ: 'વેવિઃ શૌવ:' શુદ્ધિ-પવિત્રતાનું નામ શૌચ. લોભના ત્યાગથી જ જીવનશુદ્ધિ થાય છે. પણ જે લોભી અને લાલચી છે તેના હૃદયમાં ક્યારેય શુચિતા પ્રગટતી નથી. એટલે જ તો તુલસીદાસજીએ ‘લોભ પાપકા બાપ બખાના.' ખરેખર જ, લોભ જ બધા પાપનું મૂળ છે. પરિગ્રહની વૃદ્ધિ પણ લોભમાંથી જ થાય છે ને! લોભી મનુષ્ય પોતાના લોભ ખાતર ન્યાય-અન્યાયનો પણ વિચાર કરતો નથી. એટલે શૌચ-ધર્મ આંતરિક શુદ્ધિ પર મહત્વનો ભાર આપે છે. બાહ્ય શુદ્ધિ ગમે તેટલી હોય પણ આંતરિક શુદ્ધિ વગર એનું મૂલ્ય કાણી કોડી બરાબર સમજવું. માટે જેટલો લોભ છૂટે, તેટલી શુદ્ધિ. સાધુ તપથી, સ્ત્રી સતિત્વથી, તેમ સંસારી નિર્લોભતાથી શુદ્ધ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો નિર્લોભતા જ પવિત્રતા છે. એટલે જ જ્ઞાનીજનો હૃદયની પવિત્રતા (ભાવ-શુદ્ધિ) જાળવવાનો ઉપદેશ આપે છે. જેથી લોભ, તૃષ્ણા આદિ દુર્ગુણોની છાયા પણ ન પડે. સંયમ: 'ન્દ્રિય-નિશેષઃ સંયમઃ'-ઇન્દ્રયો પર નિયંત્રણ, વિષયો પર વિજય એજ સંયમ છે. અહીં સંયમનો અર્થ ઇન્દ્રિય-સંયમ સાથે પ્રાણી-સંયમ પણ છે. એટલે કે પ્રાણીઓની રક્ષા કરવી, અનુકંપાની ભાવના રાખવી તે પ્રાણી-સંયમ, અને ઇન્દ્રિયોને વશમાં રાખવી તે ઇન્દ્રિય-સંયમ. આ રીતે ઇન્દ્રિયો પર સંયમ રાખવાથી રાગાàષાદિ વૃત્તિનું શમન થાય છે, અને પાંચેય ઇન્દ્રિયોને વશ કરીને જિતેન્દ્રિય બને છે. જિતેન્દ્રિય વગર આત્માનું ઓજ-તેજ પ્રગટતું નથી. એટલે મનુષ્ય માટે સંયમ અનિવાર્ય છે એ સંયમ દ્વારા સાધક આગળ વધે છે અને તપના શિખર સુધી પહોંચે છે. તપ: 'કૃનિશેષસ્તપઃ' સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ એટલે તપ. સમસ્ત દુ:ખોનું મૂળ ઇચ્છા છે. એથી ઇચ્છા નિરોધ રૂપી તપ વગરનું ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26