________________
જેને તે “ક્ષમાવાણી’ પર્વ રૂપે ઉજવે છે. આ રીતે આદિલમા ને અંતે પણ ક્ષમા એવી ધર્મ-સાધનાની આ યાત્રા કેવા ભવ્ય, ઉદાત્ત અને મંગલ તત્વોને પોતાની સાથે લઈને ચાલે છે! સમસ્ત વિશ્વને આત્મ કલ્યાણનો માર્ગ ચીંધે છે.
પર્યુષણના વ્રત અને અનુષ્ઠાનોuધર્મભાવથી પૂરા થાય છે, પરંતુ જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓ-જીવાત્મા પાસે જાણે-અજાણે થયેલા પોતાના અપરાધોની ક્ષમાયાચના ન કરે ત્યાં સુધી બંધુત્વ અને વિશ્વમૈત્રીની આ સાધના અધૂરી રહે છે. એથી પોતાના અપરાધો પ્રત્યે શુદ્ધ હૃદયથી પ્રાયશ્ચિત કરી, વિનમ્રતાની ચરમશિખર પર ઉભીને સાધક કહે છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણે-અજાણે થયેલા કાર્યો અને આચરણથી જો કોઈનાયે હૃદયને દુઃખ-લેશ પહોંચ્યા હોય, કોઇનું યે અહિત થયું હોય અથવા વેરભાવ કે રાગ-દ્વેષથી પ્રેરાયો હોઉં તો એ માટે હું મન, વચન અને કાયાથી ક્ષમા યાચના કરું છું:
खामेमि सन्चे जीवा, सब्वे जीवा खमन्तु मे ।
मित्ति मे सव्व भूएसु वेरं मझं ण केणई ॥ વિશ્વના સમસ્ત જીવોને હું ક્ષમા આપું છું, ખમાવું છું અને સર્વ મને ક્ષમા આપે! સર્વ જીવો ભૂતમાત્ર વિશે મારા હૃદયમાં મૈત્રીભાવ છે અને કોઇના પ્રત્યે મને વેરભાવ નથી.
આ રીતે ક્ષમાયાચના કરવી અને બીજાને એજ રીતે ક્ષમા આપવી એ પરમ ઉચ્ચ અને ઉદાત્ત માનવ ગુણ છે.
આ સમસ્ત વિશ્વમાં કોઈ વ્યક્તિ મારૂ વેરી નથીકોઈનાયે પ્રત્યે મારા મનમાં વેરભાવ નથી એવી મંગલ ભાવના સાધકના અંતરમાં સાકાર બની ઊઠે છે ત્યારે બહાર-ભીતર સર્વત્ર તમામયી લાગે છે.
उत्तम छिमा जहां मन होई। अंतर बाहर शत्रू न कोई ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com