________________
મોહ ત્યાં ત્યાગ સંભવી જ શકતો નથી. સાચો વૈરાગ્ય ત્યાગમાં જ છે. જેણે સંસાર ત્યાગ્યો, તે સર્વસ્વ પામ્યો. અજ્ઞાનના ત્યાગથી જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ ત્યાગના પણ બે પ્રકાર છે: બાહ્ય અને આંતરિક.
મનુષ્ય સાથે વળગેલાં કામ, ક્રોધ, દ્વેષાદિ શત્રુઓને તજવાં-એ આંતરિક ત્યાગ છે અને બીજા જીવોને અન્ન-વસ્ત્રાદિ દાન આપવું એ બાહ્ય ત્યાગ છે.
જો કે, શાસ્ત્રકારોએ ત્યાગના ચાર ભેદ વર્ણવ્યા છે: આહાંર, ઔષધ, અભય અને વિદ્યા. આ ચારેયમાં વિદ્યા-દાન સૌથી મોટો ત્યાગ છે. એટલે કે, વિદ્યાલયો ખોલી, વિદ્યાદાન આપી આત્માની ત્યાગ-ભાવના ઉન્નત અને અભિવૃદ્ધ કરવી. આ રીતે મનુષ્યને જ્ઞાન-દાન આપવાથી તેનો આંતર વિકાસ થાય છે અને ત્યાગની ભાવના કેળવાય છે. સમસ્ત વિશ્વના કલ્યાણનું સાધન આ ત્યાગવૃત્તિમાં જ રહેલું છે.
માચિ: 'ન વિશ્વનઃ કૃતિ અપિનઃ તસ્ય માવ ગપિન્યમ્' કિચિત પણ પરિગ્રહ ન કરવો, અર્થાત જરૂરીઆતથી વધુ સંગ્રહ ન કરતાબાકીનું ત્યાગી દેવું અથવા સાદી-સરળ ભાષામાં-‘છે એટલેથી સંતોષ, વધુ ના ખપે.' એ આર્કિચન્ય ધર્મ છે.
પરંતુ મનુષ્યને આજે એટલો બધો મોહ જાગ્યો છે કે, મળે એટલું બધુંય મારું! આ પરિગ્રહને કારણે કેટલી અસમાનતા અને કેટલાં અનિષ્ટો પેદા કર્યા છે કે એમાંથી કઇ રીતે ઉગારવું એ જ એક પ્રશ્ન છે. આ પરિગ્રહની ચિંતા દુ:ખ અને ક્લેશકર છે. આ માટે તમામ આસક્તિ અને વિષયોનો સર્વથા દ્વેષ-ત્યાગ એજ ઉત્તમ માર્ગ આર્ડિયન્સ ધર્મ છે. આ રીતે અપરિગ્રહ નિર્મમત્વ છે અને નિર્મમત્વ બનીને એકત્વ ભાવથી આકિચન્ય ધર્મનો વિકાસ કરવો જોઇએ. જેથી મનુષ્ય નિ અને નિર્ભય બની જાય અને તેના હૃદયમાં દિવ્ય ભાવના પ્રગટે
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com