Book Title: Paryushan
Author(s): Anwar Agewan
Publisher: Premayan Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ બધું નિરર્થક છે. જીવન શોધન માટે આ તપ જેવું કોઇ સાધન નથી. જેમ અગ્નિથી સુવર્ણ શુદ્ધ થાય છે તેવી જ રીતે ઇચ્છા-નિરોધ-તપ દ્વારા આત્મ શોધન થાય છે અને કર્મોની નિર્જરા પણ તે વગર થઇ શકતી નથી. આ તપના પણ બે પ્રકાર છે-બાહ્ય અને આંતરિક. બાહ્યતપ—શરીરને આશ્રિત છે. જેવાં કે, ઉપવાસ, વ્રત (અલ્પાહ્યર), રસ પરિત્યાગ (સ્વાદ ત્યાગ), પરિ સંખ્યાન (વિહિત-વસ્તુ સિવાયનો નિષેધ), વિવિક્ત શય્યાન (સંસર્ગરહિત, એકાંતવાસ) અને કાયાક્લેશ (આસનસિદ્ધિ). આંતરિક તપ—પ્રાયશ્ચિત, વિનય (નમ્રતા), વૈયાવૃત્ય (સેવા), સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ અર્થાત શરીર પરના મમત્વનો ત્યાગ). આ બંને તપ દ્વારા આત્માની નિર્મળતા પ્રગટે છે, વિષય અને કષાયનો નિરોધ થાય છે તથા ધ્યાનનું પણ પરિવર્ધન થાય છે. જો કે શાસ્ત્રકારોએ તો બાર જાતની તપસ્યાઓમાં સ્વાધ્યાયને સર્વોત્તમ ગણ્યું છે : सज्झायसमो तवो णत्थि સ્વાધ્યાય સમાન કોઇ તપ નથી. - આ બંને તપનું ગૃહસ્થ લોકોએ એકદેશ રૂપે અને સાધુઓએ સર્વદેશ રૂપે પાલન કરવાનું છે. પરંતુ જ્યાં સુધી અંતરંગથી, ભાવથી મમત્વ દૂર ન થાય ત્યાં સુધી બાહ્ય તપ નિરર્થક છે. પરમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મન, વચન અને કાયાથી ઉત્તમ તપ ધારણ કરવું જોઇએ, અને એ પણ અજ્ઞાનતા કે આંધળા અનુકરણથી નહિ, પરંતુ જ્ઞાનપૂર્વકનું જ આત્મોત્થાન હોવું જોઇએ. આ તપ જ આત્મસાધના માટે ઉત્તમ માર્ગ છે. ત્યાગ:'તીતિ ત્યાઃ' · ત્યાગ કરવો કે આપવું એ ત્યાગ ધર્મ જીવનમાં ત્યાગની મહત્તા સર્વવિદિત છે. છતાં આજે ગતમાં ત્યાગની ભાવના સાવ લોપ પામતાં જે સંઘર્ષો, અન્યાયો અને અત્યાચારો અનેક ગણા વધી પડ્યા છે, તે બધા પાછળનું કારણ મમત્ત્વ અને મોહ જ છે. ત્યાગ ભાવની ઉન્નતિમાં જો કોઇ વસ્તુ બાધક હોય તો તે મોહ છે. જ્યાં - ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26