Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ સં. ૨૦૧૫માં પૂ. ગણિ શ્રી ધર્મસાગરજી મ. સાહેબ તથા પૂ.મુનિશ્રી અભયસાગરજી મ. સાહેબની નિશ્રામાં મેત્રાણા તીર્થે શ્રી નવકાર મહામંત્રની આરાધના અતિ ભવ્યતાથી સામૂહિક થયેલ તે સમયે ખાસ આરાધના માટે પૂ. ગુરુદેવ શ્રીનો કૃપાપત્ર પ્રાપ્ત થયો ત્યારે મહેસાણાથી મેત્રાણા ગયો. તે વખતે પંડીતજીની તમામ સારસંભાળ વ્યવસ્થા કરવાનો સાથે રહેવાનો લાભ મળેલ હતો. બાદ સં. ૨૦૧૭નાં શીખરજીની પ્રતિષ્ઠા પ્રસંગે કલકત્તા જવાનું થયેલ ત્યાં પણ સારો પરિચય થયેલ. સં. ૨૦૧૭નાં આબુતીર્થમાં દીક્ષા પછી પણ સં. ૨૦૧૮ના જોધપુરના ચાતુર્માસમાં તથા સં. ૨૦૨૦નાં સિરોહી ચાતુર્માસમાં સિરોહી ચાતુર્માસ દરમ્યાન પંડીતજી લગભગ મહિનો પૂજય દાદાગુરૂદેવશ્રીના શાસનનાં કાર્યો અંગે રહેલ ત્યારે પણ તેમનાં પરિચય સાથે શાસન અને સંસ્કૃતિના રહસ્યો સમજવાનો લાભ મળેલ. સં ૨૦૨૮ નાં રાજકોટ પ્રહલાદ પ્લોટમાં ચાતુર્માસ કરવાનો અવસર સાંપડ્યો ત્યાં પણ પ્રતિદિન ભક્તિ નગર સો. તેમના નિવાસ સ્થાને બપોરે અઘ્યયન માટે પૂ. પાદ ગુરુદેવશ્રી મને મોકલતા હતા. ત્યારે તેમનો શાસનપ્રત્યેનો અવિહડરાગ ઊપરાંત દરેક પદાર્થની આરપાર વિચારવાની ઉંડી દ્રષ્ટીજોતાં એમ લાગતું કે આ કલીકાળનાં સર્વજ્ઞ જેવા છે તેમની વેધક દૃષ્ટી કેટલી ગૂઢ અને ગંભીર છે. જેને તત્કાલીન ઘણા મહાનુભાવો નહી સમજી શકનારા પાગલ તરીકે માનનારા આજે શીર ઝુકાવી તેમની વાતનો હૃદયથી આદરપૂર્વક સ્વીકાર કરી રહ્યાા છે. ઊદાહરણ તરીકે હમણાં શંત્રુજયને હર્યો ભર્યો બનાવવાની ૫૬ કરોડની યોજના જે સમસ્ત મહાજન ઉમંગથી કરી રહ્યા છે તેનાં મૂળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28