Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 17
________________ અને જો બે પર્વતિથિ પાસે પાસે હોય, તો? બનેય પર્વને અક્ષત - પૂરા રાખવા. કેમ કે- એ પ્રમાણે કરવા માટે તો આ પ્રઘોષ છે. ૨૩ આ ઉપરથી ઉદય િજા તિહી. સાથે પ્રઘોષનો સંબંધ જણાતો નથી. વાસ્તવિક રીતે પ્રઘોષ તો માત્ર ટિપ્પણાને જ સ્પર્શે છે. ‘ઉદયશ્મિ' માત્ર અભાવ, કે માત્ર બે કરી આપે છે, અને તે પ્રમાણે ટિપ્પણું રચાય છે. Pટિપ્પણમાં જે પર્વતિથિનો ક્ષય બતાવ્યો હોય તેને પુર્નજન્મ આપે છે. (ટૂંકી તો હતી જ. તેનો ક્ષય - અભાવ ઠરાવ્યો, તેને પૂરીનો સદ્ભાવ કરાય છે.) આમ ત્રણ અવસ્થાઓ થાય છે. ટૂંકાપણું, અભાવ, સદૂભાવ. એટલું જ નહીં, પણ પર્વતિથિને સૂર્યોદય સ્પર્શતી ન છતાં સૂર્યોદયને સ્પર્શતી બનાવે છે, ઉપરાંત લગભગ ૬૦ ઘડીની સંપૂર્ણ બનાવે છે. એ જ પ્રમાણે - ટિપ્પણામાં જે એક પર્વતિથિ બે દિવસ લખાઈ હોય, તેમાંના બીજા દિવસે ભલે બે ત્રણ ઘડીની કે તેથી ઓછી વસ્તી હોય, તો પણ તેને લગભગ ૬૦ ઘડીની પૂરી પર્વતિથિ બનાવી આપે છે. બેપણામાંથી એકપણું કરી આપે છે. પૂર્વનો ભાગ લુમ કરી આપે છે, એટલે સ્વત્વ લુમ કરી પૂર્વની અપર્વ તિથિનું - અર્થાત્ - સંખ્યા માટે બેવડાપણું કરવામાં સહાય કરે છે, * અને જો પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેને પણ લગભગ ૬૦ ઘડીની એક અને પૂરી પર્વતિથિ તરીકે કાયમ રાખે છે. પૂર્વની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ઠરાવે છે. • એટલે “યાવતું સંભવ : તાવ વિધિઃ” તે ઉપાય કરતાં “પર્વતિથિ માટે * પ્રકાશકીય ભા.સુ. ૪ અને ભા.સુ. ૫ બંને પર્વો ચૌદશ પૂનમ અને ચૌદશ અમાસની જેમ પાસે પાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28