Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 16
________________ બે સૂર્યોદય તેને સ્પર્શે છે. ત્રણ સૂર્યોદયને સ્પર્શતી હોય તો ત્રણ વખત એક જ તિથિ લખવી પડત. પરંતુ એમ કદી બની શકે જ નહીં. કેમકે , તિથિની એટલી બધી લંબાઈ હોતી નથી. એટલી બધી ઘડી તેની હોતી નથી. એટલે ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે બે. આ પારિભાષિત અર્થ નક્કી થયો. ૨) હવે, પર્વતિથિનો ક્ષય એટલે અભાવ હોય, અને વૃદ્ધિ એટલે બે હોય, ત્યારે શું કરવું? આ પ્રશ્ન ઊભો થાય છે. ક્ષય – અભાવ છે, માટે તેને અને તનિમિત્તક આરાધના જવા દેવી ? “ના” અને એ જ પ્રમાણે - " વૃદ્ધિ એટલે બે છે. માટે તેની આરાધના બે દિવસ સુધી કરવી? “ના.” “તો શું કરવું?” પર્વતિથિનો અભાવ પણ ન ગણવો, અને તેને બે પણ ન ગણવી. શ્રીપૂર્વાચાર્ય મહારાજાઓની ચાલી આવતી આ વ્યવસ્થાના આધાર ઉપરથી “પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ન હોય", એ જગની લોકવાયકા (લોકવાક્યતા) પ્રચલિત થયેલી હોય એમ સંભવિત લાગે છે. ર૧ તો શું કરવું? અભાવમાં સંપૂર્ણ સદ્ભાવ કરવો. એ જ પ્રમાણે - (૨)બીજી હોય તો બીજી એકને જ આખી કરી લેવી. એટલે પહેલાની અપર્વતિથિનો અભાવ ઠરી જાય. અને એ પ્રમાણે )પહેલાની પર્વતિથિ હોય એ પણ કાયમ ન રહેતાં, પહેલાંની અપર્વતિથિ બની જાય. એટલે કે બેવડી ગણાઈ જાય. પરંતુ. આ ગોઠવણ ટિપ્પણમાં કરવાની નહીં. પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં આ પ્રમાણે ગોઠવણ - વ્યવસ્થા કરી લેવી. બીજા કાર્યો માટે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28