Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 22
________________ શકે તેમ નથી જ. આ બધા ભાવાર્થો ક્ષયે પૂર્વ પ્રધોષ સ્વતઃ ઊપજાવી આપે છે, નહિતર તેનો ઉપયોગ અસંગત થઈ જાય. ૨૭ ક્ષયે - પૂર્વાનો અર્થ બીજી રીતે ન થાય? થાય, તો જરૂર કરવો. પ્રમાણભૂત રીતે જે અર્થ થાય, તે કરવામાં શી હરકત છે ? તેમાંયે એ અબાધિત અને વધુ બળવાન પ્રમાણ સહિત શબ્દાર્થ અને તાત્પર્યાર્થ ધરાવતો હોય, તે અર્થ સર્વમાન્ય ગણવો જોઈએ. તે અનુસાર દરેક વસ્તુ ઘટાવવામાં આવે, એ યોગ્ય જ છે. પરંતુ બીજો અર્થ એવો કોઈ છે? બીજું બધું એમ ને એમ કાયમ રાખીએ, અને કાર્યાનો અર્થ આરાધ્યા | કરીએ, તો શો વાંધો? ર૯ કાર્યાનો અર્થ આરાધ્યા કરવામાં કાંઈ પ્રમાણ જોઈએ ને કેમ કે – કાર્યાનો શબ્દાર્થ કરવી થાય છે. ત્યારે આરાધ્યાનો શબ્દાર્થ આરાધવી થાય છે : “કરવી” ન થાય તો “કરી”ને આરાધવી? કે “કર્યા વિના આરાધવી? એ પ્રશ્ન થશે. ૩૦ તેમ છતાં ઉપચારથી - લક્ષણાથી કાર્યાનો અર્થ આરાધ્યા કરીયે, પરંતુ તેમ કરવાનું કાંઈ પ્રયોજન હોવું જોઈએ. તેથી મુખ્ય શબદાર્થ છોડીને બીજો લક્ષ્યાર્થ વિગેરે લઈ શકાય. તે સિવાય, શી રીતે લઈ શકાય? “પ્રયોજન એ હોય કે સૂર્યોદય વખતની સાક્ષાત્ અપર્વતિથિને પર્વતિથિ બનાવ્યા વિના, તે પર્વતિથિને નામે તે અપવતિથિના અવલંબને પર્વતિથિની આરાધના કરવી, પણ એ અપર્વતિથિને પર્વતિથિ તરીકે ઉપચારથી પણ ન બનાવવી.” એમ કરવામાં એવું કોઈ વિશિષ્ટ પ્રયોજન હોય, તો તેમ કરી શકાય. “છે કોઈ ?” પરંતુ તેમ કરવાનું ફળ શું?” “તેમ પણ કરવાનું ફળ શું?" એ પ્રશ્નોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28