Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Vardhaman Jain Pedhi View full book textPage 6
________________ લેખનાં પાનાં થોડા જીર્ણ હતા થોડી કીનારો ફાટી ગયેલ બધુંજ કામ પડતું મૂકી રુમ બંધ કરી આખો લેખ જેમ કોઈ તરસ્યો માણસ એક જ ધડાકે પાણીની લોટો પૂરો કરે તેમ વાંચી લીધો હૃદયમાં એક અભૂત ખજાનો પ્રાપ્ત થયો હોય તેવા આનંદની અનુભૂતી થઈ વિનેય મુનિશ્રી વિવેકચંદ્ર સા.મ. પાસે તેની વ્યવસ્થીત કોપી કરાવી ! જ્યાં ત્રુટક ત્રુટક હતું તે અંગે મુંબઈ શ્રાધ્ધવર્ય શ્રી અરવિંદભાઈ પારેખને પૂછતાં તેઓનાં સાહિત્ય ખજાનામાં આ લેખની વ્યવસ્થીત કોપી હતી તે સુરત અઠવાલાઈન્સ ઉપાશ્રયે ચાતુર્માસમાં પ્રાપ્ત થઈ. જેને જેને આ લેખ વંચાવ્યો તે સૌએ ઊત્સાહથી આ લેખને વધાવી લીધો. યોગાનુયોગે તુરંત મુંબઈ કુર્લામાં પ્રતિષ્ઠા અંગે જવાનું થયું શ્રી અરવિંદભાઈ પારેખને રુબરુ મળવાનું થયું છેવટે મે નિર્ણય કર્યો કે પંડીતજીનાં તાત્ત્વિક અને સાત્ત્વિક આ લેખરત્નને પ્રકાશીત કરવો જ જોઈએ. આમ તો પંડીતજીનો સં. ૨૦૧૨ (બારવર્ષની ઉંમરથી) જ્યારે હું મહેસાણા પાઠશાળાનો વિદ્યાર્થી હતો ત્યારથી મારે પરિચય હતો. એકવાર પંડીતજી મહેસાણાથી બહારગામ જતા હતા તેમને મૂકવા જવા માટે મે તેમની થેલી લઈ તેમની સાથે બસ સ્ટેન્ડ ગયો દૂરથી બસ આવી રહી હતી પંડિતજી એ મને કહાં બસનો નંબર વાંચ કેટલો છે? મતલબ કે મારી આંખ કેવી છે? તેની આ રીતે ચકાસણી કરી. હાલતાં ચાલતાં પણ શિક્ષણ આપવાની તેમની પદ્ધતિ કેવી હતી તેનો આ રીતે પણ ખ્યાલ આવે છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28