Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૯૯૬ ] દર્શન અને ચિંતન છું. અસ્તુ, તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બન્નેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારને શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પરિત્રાજિકાને પૂછ્યું, તે તેણે પણ પિતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે. આ રીતે શરત નક્કી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબો અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પરિત્રાજિકાએ પણ આ સભા ઉપર પોતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નનો જવાબ આપે. આ રીતે પહેલે દિવસ એક બીજાને પ્રોત્તરમાં પસાર થયા, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બને ચર્ચામાં સરખા જ ઊતર્યો. આ રીતે સભામાં વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પરિવારજકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલો બધો રસ લેતા કે સાંજ પડે તેય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પોતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રેજ આટલું બધું મોડું કેમ કરો છો? દરેક પતિને પિતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે–શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને છતી નથી શકતે. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પિતપતાના ધણીને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિત હોય છે! તેમની બુદ્ધિશક્તિ પુરુષો કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે કોઈ પણ રીતે જે તે બ્રાહ્મણ પંડિત પરિત્રાજિકા દ્વારા હાર પામે તે આપણા બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીએ મહેણું મારી આપણને તણખલાલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તે પરિત્રાજિકાને જય વા છે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતનો જય વાંછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પરિવાજિકાના પ્રશ્નને જવાબ વાળ્યો, પણ પિલી પરિવાજિકાએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાનો ડોળ ક–જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી ઈ સભાજને પિકારી ઊડ્યા કે પરિવાજિફા હારી અને પંડિત કર્યો. ત્યાર બાદ પંડિત પિતાના ધર્મની નિશાની લેખે તે પરિવાજિકાને ત્રિદંડ અને છત્ર-ચાખડી આપી, પોતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી. હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પિતાની શિષ્યા પરિવાજિકાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11