Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ પારિવાજિકાનું રોમાંચક લગ્ન [ ૧૦૦૧ વહ્યા કરે છે. જ્યારે વ્યક્તિગત આકાંક્ષાતૃપ્તિનો પ્રશ્ન હોય ત્યારે સામાન્ય રીતે સ્ત્રીનું વિજાતીય ચિત્ત પ્રધાન બની પુરષના પરાક્રમને ઝંખે છે અને તેને વશ રહેવામાં આન્તરિક કૃતાર્થતા અનુભવે છે; પણ જ્યારે સામુદાયિક આકાંક્ષાતૃપ્તિની ક્ષણ આવે છે ત્યારે તેનું સજાતીય ચિત્ત ગતિશીલ થાય છે અને તેને પિતાના સજાતીય વર્ગના ઉત્કર્ષ માટે ઝંખતી કરે છે. વ્યક્તિગત રીતે ઊંડે ઊંડે મનમાં પુરુષને ઉત્કર્ષ ઝંખતી નારી પણ સામુદાયિક રીતે નારીવર્ગના ઉત્કર્ષને પક્ષે જ હાથ ઊંચે કરે છે. એમ પણ હોય છે કે વ્યક્તિગત રીતે પુરુષને પરાભવ કરવા અસમર્થ એવી નારીના ચિત્તમાં કોઈ એવી ગ્રંથિ બંધાતી હોય કે પુરુષને ક્યારે પરાભૂત કરું. આવી તક જો કોઈ સ્ત્રી ગમે ત્યાં ઝડપતી હોય છે એની એ ભાનસગ્રંથિ તેમાં સૂર પુરાવે. કદાચ તેથી જ આ નારીવર્ગ એ પરિવાજિકાના વિજયની આશાથી નાચી ઊઠયો હેય. પ. પરિત્રાજિકાનું સગર્ભા થવું અને દેશાતરમાં ચાલી નીકળવું: કથામાં આપણે જોયું કે વાદપટુ પરિત્રાજિકા છેક બાલ્યવયથી જ ઘરવંચિત થઈ હતી અને પરિવ્રાજિકાઓના મઠમાં ઊછરી, ત્યાં જ દીક્ષિત થઈ હતી. આટલી શાસ્ત્રપટુ અને રાતદિવસ શાસ્ત્રપારાયણમાં રત તેમ જ ધર્મક્રિયામાં ભાગ લેનાર એક ત્યાગી સ્ત્રી અજાણ્યા પુરુષના અણધાર્યા મિલનમાત્રથી શાસ્ત્રધર્મ-કર્મ બધું છોડી પુરુષ પ્રત્યે ક્ષણમાત્રમાં કેમ આકર્ષાઈ? કેમ એને છળકપટને આશ્રય લે પડ્યો અને ગર્ભ ધારણ કર્યા પછી પરિચિત વતન છોડી એને દેશાન્તરમાં ગુપ્તપણે કેમ ચાલ્યા જવું પડ્યું ? આ પ્રશ્ન કાંઈ કાલ્પનિક નથી. પ્રાચીન અને મધ્યયુગની પેઠે એવી ઘટનાઓ આજે પણ જ્યાં ત્યાં જુદા જુદા આકારમાં બની રહી છે. તેથી સામાજિક સ્વાસ્થ અને નિર્દભ ધર્મના પક્ષપાતીઓએ વિચારવું ઘટે કે આવી ઘટનાઓનું મૂળ શું છે અને તે કેમ બનતી અટકે? સ્પષ્ટ છે કે ગૃહસ્થાશ્રમના રાજમાર્ગનું ઉલ્લંધન કરી અકાળે અને વણસમજે સંન્યાસ લેવામાં જ આવી ઘટનાઓનાં મૂળ છે. બીજી વાત એ છે કે જાણે-અજાણે એક વાર ત્યાગી બનેલ સ્ત્રી કે પુરુષ ફરી જે પ્રામાણિકપણે ભોગમાર્ગે વળે તો સમાજ એના પ્રત્યે સૂગ સેવે છે. એવા પ્રથમ ત્યાગી અને પછી ભોગી પાને તિરસ્કાર વિના જીવવાનું મુશ્કેલ બને છે અને એવી વ્યક્તિઓ ખંતીલી કે શ્રમપ્રિય હોય તેય તેઓને નિર્વાહનું સાધન મેળવવું અતિવસમું થઈ પડે છે. એને લીધે એવી વ્યક્તિઓને ક્યાંય પણ અજાણ્યા પ્રદેશમાં જવું ને ભટકવું પડે છે. આ સ્થિતિ કોઈ પણ સભ્ય સમાજ માટે ઇષ્ટ નથી. ઈચ્છાથી અને સમજણપૂર્વક જે થાય તેમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11